News of Friday, 13th March 2026
સાળાની લોકીક ક્રીયામાંથી પરત આવતી વેળાએ લીમડી પાસે બસે ઠોકરે લેતા અશોકભાઇનું મોત
આણંદથી પરત પોતાના ઘરે આદીપુર જઇ રહયા હતા ત્યારે બની દુર્ઘટના

રાજકોટ તા.૧૩: કચ્છના આદીપુર ગામમાં રહેતા વૃધ્ધના સાળાનું અવસાન થયુ હોય તેમની લોૈકીક ક્રિયામાં ગયા ત્યા હતા દરમ્યાન લિમડી પાસે બસના ચાલકે હડફેટે લેતા ગંભીર ઇજા થઇ હતી. જો કે સારવારમાં દમ તોડી દેતા પરિવાર પર આભ ફાટી પડયુ છે.
આ ઘટનાની વિગત એવી છે કે, કચ્છના આદીપુર ગામે રહેતા અને કરીયાણાની દુકાન ચલાવતા અશોકભાઇ ક્રિપાલદાસ મટાઇ (ઉ.વ.૭૦)ના સાળાનું અવસાન થયુ હોય લોૈકીક ક્રિયામાં હાજરી આપવા માટે આણંદ ગયા હતા. જયાંથી પરત આવતી વેળાએ લીમડી ખાતે હતા ત્યારે તા.૧/૨ના રોજ અજાણ્યા બસ ચાલકે હડફેટે લેતા ગંભીર ઇજા થઇ હતી. જેને પગલે તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા પરંતુ તેમણે દમ તોડી દેતા પરિવાર પર આભ ફાટી પડયુ છે.
તેઓ ૩ ભાઇ અને ૩ બહેનમાં મોટા હોવાનું સામે આવ્યુ છે. બનાવને પગલે પોલીસે બસ ચાલક સામે ગુનો નોંધી તેની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.
(11:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
