<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th March 2026

' તેરા તુજકો અર્પણ ' અંતર્ગત જામનગર સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા સોનાના દાગીના વાળું પાકીટ મૂળ માલિકને પરત કર્યું

દાગીનાનું પાકીટ રિક્ષામાં ભૂલી ગયા હોય પોલીસને જાણ કરતા સીસીટીવી કેમેરા ચેક કરી રીક્ષાને શોધી તુરત જ રીક્ષા ચાલક પાસેથી બેગ(પાકીટ) મેળવીમૂળ માલિકને સોંપ્યું

જામનગર :પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની (IPS) નાઓએ જીલ્લા ક્રાઈમ કોન્ફરન્સ અનુસંધાને સુચના આપેલ હોય જેથી જામનગર શહેર નાયબ પોલીસ અધીક્ષક જયવિરસિંહ એન. ઝાલા સાહેબના આપેલ માર્ગદર્શન મુજબ સીટી એ ડીવી. પો.સ્ટેના પો.ઈન્સ. એન.એ.ચાવડા દ્વારા સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારના માંડવી ટાવર પાસે બાલકૃષ્ણ જવેલર્સ નામે દુકાન ચલાવતા  પ્રશાંત ભુપેન્દ્રભાઇ માંડલીયા રહે. પાર્ક કોલોની, સેન્ટ આન્સ સ્કુલ પાસે જામનગર વાળાના જણાવ્યા મુજબ તા.૧૧/૦૩/૨૦૨૬ ના ક.૧૧/૪૫ વાગ્યાની આસપાસ એક રીક્ષામા પોતાની બાલકૃષ્ણ જવેલર્સ નામની દુકાન ખાતે સોનાના દાગીના વાળુ પાકીટ (બેગ) લઇને આવતા હોય તે દરમ્યાન મોબાઇલમા વાત-ચીત કરી રીક્ષા ચાલકને ભાડુ દઇને પોતાની દુકાનમા ચાલ્યા ગયેલ હતા અને પોતાનુ સોનાના દાગીના વાળુ બેગ રીક્ષા ભુલી ગયેલ હોય જે બેગમા એક સોનાની વીંટી તથા એક માળા તથા એક જોડી બુટી જે દાગીનાઓનો વજન આશરે ૭૦ ગ્રામ જેની આશરે કિ.રૂ.૬,૫૦,૦૦૦/- જેટલી હોય જેથી અરજદારે અત્રે પો.સ્ટે.નો સંર્પક કરેલ અને ઉપરોકત હકિકત જણાવતા તુરંત જ સર્વેલન્સ સ્ટાફના પો.હેડ કોન્સ. યોગેન્દ્રસિંહ એન. સોઢા તથા પો.હેડ કોન્સ. વિજયભાઇ બી. કાનાણી તથા કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર (નેત્રમ) જામનગરના પો.સબ.ઇન્સ. બી.બી સિંગલ તથા તેમના કર્મચારી દ્વારા માડવી ટાવર, ચાંદી બજાર, અંબર ચોક, ડી.કે.વી સર્કલ, બેડેસ્વર ચોકડી તથા ધુવાવ ગામ વિસ્તારના અલગ-અલગ સી.સી.ટી.વી. કેમેરા ચેક કરતા તથા હ્યુમન રીસોર્સ તેમજ ટેકનીકલ એનાલીસીસથી રીક્ષા ના રજી. નં GJ03-CT-0838 ની જણાઇ આવતા સદરહુ રીક્ષાનો RTO ડેટા ચેક કરતા મોબાઇલ નંબર તથા સરનામુ મેળવી તુરત જ રીક્ષા ચાલક પાસેથી બેગ(પાકીટ) મેળવીને અરજદારનુ બેગ(પાકીટ) તથા તેમા રહેલ સોનાની માળા તથા વીટી અને એક જોડી કાન ની બુટી આશરે ૭૦ ગ્રામ કિ.રૂ-૬,૫૦,૦૦૦/- ના દાગીના શોધી પરત અપાવેલ છે.

 

(9:34 PM IST)