તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 12th March 2026
જામનગર રિફાઇનરીમાં LPGનું ઉત્પાદન વધારવા માટે પ્રયાસ :ટીમો ચોવીસ કલાક સતત કાર્યરત : રિલાયન્સ
એલપીજીનું ઉત્પાદન વધારી સ્થાનિક બજારમાં પુરવઠો સ્થિર કરવાનો પ્રયત્ન: દેશમાં ગેસ સંકટ વચ્ચે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે નિવેદન આપ્યું

જામનગર : દેશમાં ગેસ સંકટ વચ્ચે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે નિવેદન આપ્યું છે કે કંપની સરકારના નિર્દેશ મુજબ સક્રિય પગલાં લઈ રહી છે. જામનગર રિફાઇનરીમાં LPGનું ઉત્પાદન વધારવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે અને ટીમો ચોવીસ કલાક સતત કામ કરી રહી છે.
કંપનીનું કહેવું છે કે એલપીજીનું ઉત્પાદન વધારી સ્થાનિક બજારમાં પુરવઠો સ્થિર કરવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે. કેજી-ડી6 બેસિનથી કુદરતી ગેસ સરકારી માર્ગદર્શન અનુસાર વાળવામાં આવશે અને સરકાર સાથે મળીને ઊર્જા પુરવઠો એવા સમુદાયો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે જ્યાં તેને સૌથી વધુ જરૂર છે
(1:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
