તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 11th March 2026
કાલાવડ ટાઉન પો.સ્ટે.ના ડબલ મર્ડરના ગુન્હામા ૧૯ વર્ષથી લીસ્ટેડ નાસતા ફરતા આરોપીને ગુરૂગ્રામથી જામનગર એલસીબીએ ઝડપ્યો
હ્યુમન સોર્સીંગ દ્વારા માહિતી મેળવી ટ્રેક કરીને હરિયાણાના ગુરૂગ્રામ કલીચોક ડીસ્ટ્રીક સેન્ટ્રલ રોડ ખાતે થી આરોપી જમસેદ દિનમહમદ મેવ મુસ્લીમને ઝડપી લેવાયો

જામનગર :નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય(IPS) રાજકોટ વિભાગ રાજકોટનાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સુચના કરેલ હોય જેથી જામનગર જીલ્લાના પોલીસ વડા ડો. રવિ મોહન સૈની (IPS) નાઓએ નાસતા ફરતા આરોપીને શોધી પકડી પાડવા માટે સુચના કરતા એલ.સી.બી. ના પો.ઇન્સ.વી.એમ.લંગારીયાના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. ના પો.સ.ઈ.સી.એમ.કાંટેલીયા તથા પો.સ.ઇ. એમ.વી.ભાટીયા તથા સ્ટાફના માણસો વર્ક આઉટ કરી રહેલ હતા
કાલાવડ પો.સ્ટે. ગુ.ર.નંબર ૦૯/૨૦૦૭ ઇપીકો કલમ ૩૦૨,૨૦૧,૩૯૭,૩૪, ૧૨૦બી,બી.પી.એકટ ૧૩૫(૧) નો ગુનો કાલાવડ તાલુકાના મોટા વડાળાગામની સીમમાં ગત તા ૧૪/૧/૨૦૦૭ ના રોજ બનવા પામેલ હતો ફરીયાદી ધનજીભાઈ બાવાભાઇ નંદાણીયા( રે મોટા વાડાળા તા.કાલાવાડ )નાઓએ જાહેર કરેલ ફરીયાદમાં પોતાના કુટુંબી ભત્રીજા ભીખાભાઈ ગોરધનભાઇ તથા વિઠ્ઠલભાઈ ગોવીદભાઇ નંદાણીયા નાઓ તા.૧૩/૧/૨૦૦૭ ના પોતાનુ જેસીબી લઇ પાતા મેઘપર ગયેલ હતા અને ત્યા જે.સી.બી ઓપરેટર તરીકે કામ કરતા (૧) ઇરશાદ દિનમહમદ મેવ મુસ્લીમ તથા તેનો ભાઇ (૨) જમસેદ દિનમહમદ મેવ મુસ્લીમ( રહે.બન્ને નાઇગામ તા પુનાના જી.મેવાત રાજય હરીયાણા) વાળા સાથે બોલાચાલી થતા બન્ને આરોપીઓએ મળી ભીખાભાઈ ગોરધનભાઇ તથા વિઠ્ઠલભાઈ ગોવીદભાઇ નંદાણીયાનુ ખૂન કરી બન્નેની લાશ જેસીબીથી ખાડો ખોદી જમીનમાં દાટી દીધેલ હતી અને જે.સી.બી.ની લુંટ ચલાવેલ હતી જેમાં આરોપી ઈર્શાદ દિનમહમદ મેવ તા ૨૦/૧/૨૦૦૭ ના રોજ પકડી પાડવામાં આવેલ હતો. અને આરોપી જમશેદ દિનમહમદ મેવ છેલ્લા ૧૯ વર્ષ થી નાસતો ફરતો સંતાતો છુપાતો રહેતો હતો
નાસતો ફરતો આરોપી જમશેદ દિનમહમદ મેવ પોતે પોતાની ઓળખ બદલી તેમજ અલગ અલગ જગ્યાઓ બદલી પોતાની ધરપકડ ટાળી રહ્યો હતો જેની એલ.સી.બી ટીમ દ્વારા ટેક્નિકલ વર્ક આઉટ તેમજ હ્યુમન સોર્સીસ દ્વારા ચોક્કસ હકીકત મેળવી આરોપીને ટ્રેક કરી પો.સ.ઇ.એમ.વી.ભાટીયા તથા એલ.સી.બી.સ્ટાફના એ.એસ.આઇ નાનજીભાઇ પટેલ તથા પોલીસ હેડ કોન્સ યુવરાજસિંહ ઝાલા તથા પોલીસ કોન્સ રૂષિરાજસિંહ વાળા તથા ડ્રા.એ.એસ.આઇ ધર્મેન્દ્રસિંહ જાડેજા નાઓ દ્વારા હરીયાણા રાજયના ગુરૂગ્રામ કલીચોક ડીસ્ટ્રીક સેન્ટ્રલ રોડ ખાતે થી આરોપી જમસેદ દિનમહમદ મેવ મુસ્લીમ (ઉવ ૫૧ )ધંધો ડ્રાઇવિંગ (રહે.નાઇગામ તા પુનાના જી.મેવાત રાજય હરીયાણા વાળા)ને પકડી પાડેલ છે તથા વધુ કાર્યવાહી માટે કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશને સોપી આપેલ છે.
કામગીરી કરનાર એલ.સી.બી.અધિકારી વી.એમ. લગારીયા પો.ઇન્સ તથા પો.સ.ઈ.સી.એમ.કાંટેલીયા તથા પો.સ.ઈ. એમ.વી.ભાટીયા એલ.સી.બી
આ કાર્યવાહી પો.ઇન્સ.વી.એમ.લગારીયાના માર્ગદર્શન મુજબ પો.સ.ઇ.સી.એમ.કાંટેલીયા તથા પો.સ.ઇ.એમ.વી.ભાટીયા તથા એલ.સી.બી. સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ શરદભાઇ પરમાર, દિલીપભાઇ તલવાડીયા, ઘનશ્યામભાઇ ડેરવાળીયા, ભરતભાઇ ડાંગર, અરજણભાઇ કોડીયાતર, હિતેન્દ્રસિંહ જાડેજા, મયુદીનભાઇ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, ધમેન્દ્રસિંહ જાડેજા, સુમિતભાઇ શીયાર, નિર્મળસિંહ જાડેજા કિશોરભાઇ પરમાર, રૂષીરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, અજયભાઇ વિરડા, ભયપાલસિંહ જાડેજા, સુરેશભાઇ માલકીયા, ધમેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી બીજલભાઇ બાલાસરા તથા ભારતીબેન ડાંગર વિગેરે દ્વારા કરવામા આવેલ છે
(6:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
