તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 11th March 2026
મેઘાણીભાઇનો માયલો ભકિતમય હતોઃ પૂ. મોરારીબાપુ
બગસરામાં આયોજીત ‘‘માનસ મેઘાણી'' શ્રી રામકથાનો આજે પાંચમો દિવસઃ ભકિત, ભજન, ભોજનનો ત્રિવેણી સંગમ

રાજકોટઃ તા.૧૧, ‘ યુગવંદના' ના યુગ ગાયક-રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીજીના સ્મરણમાં શ્રધ્ધાંજલી રૂપે ગવાય રહેલ રામકથા‘માનસ મેઘાણી' ચોથા દિવસે -ગઇકાલે કથાનો પ્રેમસંવાદ આગળ ધપાવતા બાપુએ કહયું હતું કે તુલસીદાસજી કહે છે કે હું તમામ કવિઓને કવિયુગના કવિઓને કપટ છોડીને પ્રણામ કરૂ છું. આપણામાં આઠ પ્રકારના કપટ હોય છે. જેને હું ‘કપટાષ્ટક' કહુ છું આગળ ઉપર હું આ આઠ કપટની ચર્ચા કરવાનો છુ. સોમવારે સાંજની ‘પ્રેમસભા'બેઠકનો રાજીપો વ્યકત કરતા બાપુ સર્વ કવિ-કલાકારોને બિરદાવ્યા હતાં, દરબારી સંચાલન જાણીતા હાસ્યકલા- લોક સાહિત્યકાર દિગુભા ચુડાસમાએ સંભળાવ્યું હતું અભેસિંહ રાઠોડ, પ્રકાશ પંડયા, સ્નેહી પરમાર, ભરતદાન ગઢવી, જગદીશ ત્રિવેદી વગેરે કલાકારોએ મેઘાણી સાહિત્ય તથા અન્ય સાહિત્યની રસલ્હાણી કરી હતી ખાસ કરીને જાણીતા હાસ્યકાર દાનવીર પદ્મશ્રી જગદીશ ત્રિવેદીએ એક હળવો પ્રસંગ કહયો હતો એની પ્રિય બાપુએ નોંધ લીધી હતી. જેસલ-તોરલ સંદર્ભની ગઝલ વિશે પણ બાપુએ વાત કરી હતી અને એક અન્ય ગઝલ વિશે બાપુએ કહયું કે સ્નેહી તમારી એક રચના જમાં રાંદલમા દેશ ઉપર રહેલું ઝાડજ ડબ્યુ નહી એ ગીતરચના પણ મારે તમારી પાસેથી સાંભળવી હતી. એનું મને સ્મરણ થયું હતું કે, ખોળાનો ખુંદનાર દ્યોને રન્નાદે, વાંઝણી મે'ણા માડી દોહયલા' એ રાંદલના દેશ ઉપર ઉગેલું ઝાડ જ ડબ્યુ નહી ! એની કેવી સરસ પ્રતિકાત્મક વાત એ રચનામાં સ્નેહીએ મૂકી છે.
મેઘાણીભાઇનું મે અવલોકન કર્યું છે એમાં મને સાત વસ્તુઓ દેખાણી છે મને જે દેખાયું એ કહું છું. આપણને જે દેખાય એના વિશે જ આપણે કૈંક કહી શકીએ ને, તો મને મેઘાણીજીનું અવલોકન કરતામને આ સાત વસ્તુ દેખાઇ છે. (૧) ભકિત- મેઘાણીભાઇનો આત્મા ભકિતરંગી હતો, એણે સંત સાહિત્ય, સંત ચરિત્રો ભજનવાણી વગેરે ક્ષેત્રો ખૂબ મોટું કામ કર્યું છે. રામચરિત માનસમાં ‘ભજન શબ્દ ચોવીસ વખત આવે છે. વિષ્ણુંના ગુણગાન કરીએ એના કરતા વૈષ્ણવના ગુણગાન કરીએ તો એમાં વિષ્ણું પણ બૌ રાજી થાય. ભગવદમાં વિષ્ણુંની સાથે વૈષ્ણવોના વૈષ્ણવ ચરિત્રના પણ એટલા જ ગુણગાન ગવાયા છે તો મેઘાણીભાઇમાં ભકિત છે, ભલે તે પૂજા-પાઠકે કોઇ તિલક ન કરતા હોય પણ એનો માયલો ભકિતમય હતો અને કેટકેટલા ભજનોના પાઠ એમણે આપ્યા છે. એટલે મેઘાણીમાં અંદરનો રંગ ભકિત જ છે એટલે જે આ બાવો (મોરારિબાપુ) રામકથા લઇને આવ્યો છે.
ઓશો એક દૃષ્ટાંત આપતા કે લોરેન્સ એક વખત આફ્રિકા જાય છે અને આફ્રિકામાં પાણીની ખૂબ તંગી છે ખૂબ અભાવ અને પાણીનું કષ્ટ છે તો લોરેન્સ કેટલાક આફ્રિકાવાસીઓને યુરોપ કે કોઇ દેશમાં ફરવા લઇ જાય છે. ત્યારે લોરેન્સે જોયુ કે આ બધા હોટલના બાથરૂમમાં ન્હાય જ કરે છે. નિરંતર ન્હાય જ કરે છે કેમ કે આફ્રિકામાં પાણીની અછત છે પછી જયારે પ્રવાસ પૂરો થવાનો દિવસ આવેછે ત્યારે લોરેન્સ બધાને સૂચના આપે છે કે આજે સવારે આઠ વાગ્યે બધાએ નિકળવાનું છે તો આઠ વાગ્યે બધા તૈયારે'જો લોરેન્સે જોયું તો કોઇ આઠ વાગે બહાર નીકળ્યા જ નહોતા લોરેન્સે જોયું તો સૌ પોતપોતાના રૂમમાં બાથરૂમ નળની ટોટી કાઢતા હતા! લોરેન્સે કહે આ શું કરો છો ત્યારે આફ્રિકાના લોકોએ કીધુ કે, આ ટોટી કાઢી અમે અમારા દેશમાં અમારા ઘરે લઇ જઇશું ને ત્યાં દિવાલમાં આ ટોટી લાગાડી દઇશું કે પાણી આવ્યા કરે અને અમે ન્હાશું ! ત્યારે લોરેન્સે બધાને સમજાવ્યા કે પાણી આ ટોટીમાં નથી પાણીનો પ્રવાહ તો કયાંકથી આવે છે, દુરથી આવે છે. એમ આપણા જીવનમાં જે કંઇ આવે છે એના મૂળ તો કયાંક દુર પડયા છે. મૂળીયા દૂર છે અને આપણને કોઇની કૃપાનું જળ મળ્યા કરે છે. બાપુ ! -મનોજ જોશી ‘‘મજો'' મો. ૯૪૨૬૨ ૪૨૧૧૫, મો. ૮૧૪૦૨ ૨૩૧૩૦
કૃષ્ણકુમારસિંહજી મહારાજને ભારતરત્ન મળવો જોઇએ
રાજકોટઃ તા.૧૧, ભાવનગર નરેશ કૃષ્ણકુમારસિંહજી મહારાજનું સ્મરણ કરતાં બાપુએ હૃદયપૂર્વક-માર્મિક ટકોર કરતાં કહયું કે, ભાવનગરના મહારાજ કૃષ્ણકુમારસિંહજી માટે મે અગાઉ ઘણી વખત કહયું છે કે-સરદાર પટેલની હાલક થતાં સૌ પ્રથમ પોતાનું રાજય-ભાવનગરરાજ રાષ્ટ્રને અર્પણ કરનાર અમારા ભાવનગર કૃષ્ણકુમારસિંહજી મહારાજ હતા, એની નોંધ લેવાવી જોઇએ, જો કે નોબેલ પ્રાઇઝ પણ કયાં ગાંધીજીને મળ્યું ??? નોબેલ પ્રાઇઝનોબેલ માણસને જ મળવું જોઇએ ખેર...પણ હું ફરી વખત કહુ કે-કૃષ્ણકુમારસિંહજી મહારાજને ‘ભારત રત્ન' મળવો જ જોઇએ
(3:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
