તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 10th March 2026
બગસરામાં પૂ.મોરારીબાપુના સાનિધ્યમાં ઝવેરચંદ મેઘાણીની પુણ્યતિથીની પૂર્વ સંધ્યાએ ‘મેઘાણી વંદના'
અભેસિંહ રાઠોડ, ભારતીબેન વ્યાસ, રાધાબેન વ્યાસએ મેઘાણીજીની રચનાઓ રજુ કરતા જમાવટ

રાજકોટ તા.૧૦: ઝવેરચંદ મેઘાણી પૂણ્યતિથિની પૂર્વસંધ્યાએ બગસરામાં મેઘાણી ગાનની મોજ થઇ હતી. પૂ.મોરારીબાપુના સાનિધ્ય સાથે કલાકારોએ રસલ્હાણ કરી હતી.
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી પૂણ્યતિથિ પ્રસંગે પૂર્વસંધ્યાએ એટલે રવિવારે સાંજે બગસરામાં ગાયક કલાકારો દ્વારા મેઘાણી ગાનની મોજ યોજાયેલ. અહીંયા પૂ.મોરારીબાપુના સાનિધ્ય સાથે ગાયક કલાકારોએ સૌને રસલ્હાણ કરી હતી.
ઝવેરચંદ મેઘાણીના પૈતળક ગામ બગસરામાં પૂ.મોરારીબાપુના વ્યાસાસને રામકથા ‘‘માનસ મેઘાણી'' લાભ મળી રહ્યો છે, જેમાં રવિવારે ઝવેરચંદ મેઘાણી દ્વારા રચાયેલ અને સંપાદિત થયેલ રચનાઓનું ગાન જાણીતા લોક સાહિત્ય ગાયક કલાકારો અભેસિંહ રાઠોડ, ભારતીબેન વ્યાસ અને રાધાબેન વ્યાસ દ્વારા સંગીત વળંદના સથવારે કરવામાં આવેલ. આ ઉપક્રમમાં ગીત, લોકગીત અને ભજન પ્રસ્તુતિથી શ્રોતા રસિકો ઝૂમી ઊઠયાં હતાં.
(3:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
