<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th March 2026

જોડિયા હુન્નરશાળાના શિક્ષકને ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચ દ્વારા એવોર્ડ આપશે

ત્રેવીસ વર્ષની સુદીર્ઘ શૈક્ષણિક અને સેવાકીય પ્રવૃતિઓની કારકિર્દીને અનુલક્ષીને ફોરમ 2026નો આ એવોર્ડ એનાયત થશે

જોડિયા: ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચ દ્વારા દર વર્ષે  શિક્ષક - મહાનુભાવોને એનાયત થતા પુરસ્કારોના આગામી કાર્યક્રમમાં જોડિયાની સામાજિક સેવાભાવી શૈક્ષણિક સંસ્થા શેઠ કાકુભાઈ જીવણદાસ સ્ત્રી હુન્નર ઉદ્યોગશાળા સંચાલિત શ્રીમતી યુ.પી.વી. કન્યા વિદ્યાલયના  વ્યાયામ શિક્ષક મમતાબેન જોશીને મળવા જઈ રહ્યો છે.
ત્રેવીસ વર્ષની સુદીર્ઘ શૈક્ષણિક અને સેવાકીય પ્રવૃતિઓની કારકિર્દીને અનુલક્ષીને ફોરમ 2026નો આ એવોર્ડ એનાયત થશે. આ એવોર્ડમાં રોકડ રકમ, સૂત્રમાળા અને સન્માનપત્રથી અભિવાદન થશે.
 મમતાબેન જોષીને આ અગાઉ જિલ્લા અને રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ (2023) મળેલો છે. આ ઉપરાંત ગુજરાત ભારત સ્કાઉટ ગાઇડ સંસ્થા દ્વારા રાજ્યપાલ ઓ. પી. કોહલી ના હસ્તે મેડલ ઓફ મેરીટ એવોર્ડ(2016), ગુજરાત સ્થાપના દિન નિમિતે(2023)નો જામનગરના શ્રેષ્ઠ વ્યક્તિ તરીકેનો એવોર્ડ રાજ્યકક્ષા ઉજવણીમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના હસ્તે મળેલ અને ગુજરાતમાંથી પ્રથમ મહિલાએ (નેવી) સી સ્કાઉટની તાલીમ લેવા બદલ (2022)મા આચાર્ય દેવવ્રતના હસ્તે સન્માન  પ્રાપ્ત કરેલ છે. જે હુન્નરશાળા, યુ પી વી કન્યા વિદ્યાલય અને જોડિયા ગામ માટે ખૂબ જ ગૌરવપૂર્ણ બાબત કહી શકાય. આ ઉપરાંત, મમતાબેને વિદ્યાર્થિની દીકરીઓને અને શાળાને અનેક સિદ્ધિઓ  અપાવેલ છે.
ઉલ્લેખનીય છે કે, આ એવોર્ડ ગુજરાતના  માંગરોળના પ્રાધ્યાપક પ્રશાંતભાઈ ચાહવાલા, ડો. કિરીટભાઈ ડી. ચૌહાણ (સારસા કુમાર શાળા, આણંદ), બોરીચા દેવકુબેન દાદભાઈ (શ્રી વી પી શાહ અને બી આર શાહ પ્રા.શાળા, વીરનગર), પરેશભાઈ હિરાણી (પરવડી કેન્દ્રવર્તી શાળા, ગારીયાધાર)ને પણ આ એવોર્ડ એનાયત થશે. 
આ એવોર્ડની જાહેરાત ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચના સંયોજક તખુભાઈ સાંડસુર અને  ગુજરાતના વિવિધ જિલ્લાના શિક્ષક-નિર્ણાયકો દ્વારા સિદ્ધિઓ અને ક્ષમતાઓના આધારે ટીમ દ્રારા મૌખિક પ્રશ્નોતરી દ્રારા કરવામાં આવે છે.

(6:39 PM IST)