News of Saturday, 7th March 2026
સુરેન્દ્રનગર વિસ્તારમાં એક જ દિ'માં દોઢ કરોડ બાકી વિજબિલની વસૂલી

વઢવાણ તા.૭: પヘમિ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે સમગ્ર સુરેન્દ્રનગર વર્તુળમાં આક્રમક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં ૧૯૭ ટીમો દ્વારા સઘન ચેકિંગ અને કાર્યવાહી કરાઈ હતી એક જ દિવસમાં રૂા.૧.૪૫ કરોડના વિજબિલની વસૂલાત કરાઈ હતી. તમામ પેટા વિભાગીય કચેરીઓ દ્વારા કુલ ૧૯૭ ટીમો મેદાનમાં ઉતારવામાં આવી હતી.
આ ટીમોએ બાકીદારોના સ્થળ પર જઈ કડક કાર્યવાહી કરી હતી. જેમાં વારંવાર સૂચના આપવા છતાં બિલ ન ભરનારા ૮૨ ગ્રાહકોના વીજ જોડાણો સ્થળ પર જ કાપી નાખવામાં આવ્યા હતા. આ ગ્રાહકો પાસેથી આશરે રુ.૬.૯ લાખની રકમ વસૂલવાની બાકી હતી.
PGVCL ના આ કડક વલણને જોતા અનેક જાગળત ગ્રાહકોએ સ્વેચ્છાએ સહકાર આપ્યો હતો. દિવસ દરમિયાન કુલ ૩૧૧૪ ગ્રાહકો પાસેથી રૂા.૧.૪૫ કરોડના વિજબિલની વસૂલાત જેવી માતબર રકમની વસૂલાત કરવામાં આવી હતી.
સુરેન્દ્રનગર વર્તુળના અધિક્ષક ઈજનેર એન.એન. અમીને જણાવ્યું હતું કે કંપની અવિરત વીજ પુરવઠો આપવા માટે કટિબદ્ધ છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, આગામી દિવસોમાં આ ઝુંબેશ હજુ વધુ તેજ કરાશે.
જુગારના ૩ દરોડાઃ ૧૬ પકડાયા
સાયલા તાલુકાના ભાડુકા, ચોટીલાના પીપરાળી અને દસાડાની હાઈસ્કુલ પાછળ પોલીસે બાતમીને આધારે દરોડા કર્યા હતા. જેમાં ૧૬ જુગારીયાઓ રોકડ, મોબાઈલ સહિત રૂપીયા ૭૩,૮૨૦ની મત્તા સાથે પકડાયા હતા.
સાયલા તાલુકાના ભાડુકા ગામે આવેલ શિવશકિત નામની બંધ હોટલના મેદાનમાં આવેલ ઝાડ નીચે રમાતા જુગાર પર સાયલા પોલીસે રેડ કરી હતી. જેમાં દીપક હરીસંગભાઈ ચૌહાણ, સંજય ભીખાભાઈ ફીસડીયા, લાભુ ધીરૂભાઈ ફીસડીયા, પરબત વજુભાઈ મકવાણા, નટવર વાલજીભાઈ ફીસડીયા, અજીત વજુભાઈ મકવાણા અને વૈભવ વજુભાઈ મકવાણા ગંજીપાનાનો જુગાર રમતા રોકડા રૂપીયા ૧૧,૧૯૦, રૂપીયા ૪૦ હજારના ૫ મોબાઈલ ફોન મળી કુલ રૂપીયા ૫૧,૧૯૦ની મત્તા સાથે પકડાયા હતા. જયારે ચોટીલા પોલીસની ટીમે પીપરાળી ગામે જુગારની બાતમી મળતા દરોડો કર્યો હતો. જેમાં જેસા મેરાભાઈ સાકરીયા, ભાવુ નારણભાઈ કાવેઠીયા, જીવા વીરજીભાઈ સરવૈયા અને મંગળુ ધીરૂભાઈ ખવડ રોકડા રૂપીયા ૧૦,૧૯૦, રૂપીયા ૬ હજારના ૩ મોબાઈલ ફોન મળી કુલ રૂપીયા ૧૬,૧૯૦ની મત્તા સાથે પકડાયા હતા.
દસાડા પોલીસના ડી.કે.ઉમરાણીયા સહિતનાઓને પેટ્રોલીંગ દરમીયાન જીપીએસ હાઈસ્કુલ પાછળ જુગારની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં રમેશ મુળજીભાઈ પરમાર, અણદા વસ્તાભાઈ સોલંકી, નાગર હમીરભાઈ પરમાર, માવજી વશરામભાઈ મકવાણા અને નીલેશ શીવાભાઈ પરમાર ગંજીપાનાનો જુગાર રમતા રોકડા રૂપીયા ૩,૯૪૦ અને રૂપીયા ૨૫૦૦ના બે મોબાઈલ સહિત રૂપિયા ૬,૪૪૦ની મત્તા સાથે પકડીને કાર્યવાહી હાથ ધરાઈ હતી
(11:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
