તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 6th March 2026
ખંભાળીયામાં ર૧ કરોડના વિકાસકાર્યોનું ખાતમુર્હૂતઃ પૂનમબેન માડમઃ મુળુભાઇ બેરા ઉપસ્થિત

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા, તા. ૬,ખંભાળિયા નગરપાલિકા દ્વારા છેલ્લા ઘણા સમયથી અવિરત રીતે વિકાસ કાર્યો તેમજ નગરજનોને પાયાની તમામ જરૂરિયાતો મળી રહે તે માટે કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે ખંભાળિયામાં રૂ. ૨૧ કરોડથી વધુની કિંમતના જુદા જુદા કામોના લોકાર્પણ તથા ખાત મુહૂર્ત ગઈકાલે ગુરુવારે કરવામાં આવ્યું હતું.
સરકાર દ્વારા ખંભાળિયા નગરપાલિકા ને જુદી જુદી યોજના હેઠળ પ્રાપ્ત થયેલી ગ્રાન્ટના રૂ. ૩.૫૦ કરોડના ખર્ચે અહીંના સલાયા ગેઈટ, પોર ગેઈટ, દ્વારકા ગેઈટ અને નવડેરાના હેરિટેજ સ્થળોને ડેવલપ કરવા, રૂ. ૭૩ લાખના ખર્ચે યોગ કેન્દ્રમાં મહિલાઓ માટે જીમ બનાવવા, રૂ. ૮૦ લાખના ખર્ચે નગર ગેઈટથી મિલન ચાર રસ્તા સુધી સી.સી. રોડ બનાવવા એમ કુલ રૂ. ૫.૦૩ કરોડના ખર્ચે ત્રણ કામોના લોકાર્પણ તેમજ રૂ. પાંચ કરોડના ખર્ચે વેલકમ ગેઈટ પાસેથી આઇકોનિક રોડ ડેવલપ કરવાના કામનું ખાત મુહૂર્ત ઉપરાંત રૂપિયા ૧૧.૩૦ કરોડના ખર્ચે હિંદુ સ્મશાનમાં વિવિધ સુવિધાઓ, ખામનાથ પૂલથી કણઝાર સુધી સી.સી. રોડ અને રોડ ડિવાઈડર, ટાઉનહોલ પુલ નજીક સી.સી. રોડ અને ફૂટપાથ, સ્ટ્રોંમ વોટર ડ્રેનેજ બનાવવાનું કામ, તેલી નદી પાસે એલ.ઈ.ડી. સ્ટ્રીટ લાઇટનું કામ, મ્યુનિસિપલ ગાર્ડનમાં બાળકો માટે ટોય ટ્રેન અને અન્ય વિકાસ કામોનું ખાત મુહૂર્ત ગુરુવારે સાંજે અહીંના મ્યુનિસિપલ યોગ કેન્દ્ર ખાતેથી કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ અને અહીંના ધારાસભ્ય મુળુભાઈ બેરા અધ્યક્ષ સ્થાને રહ્યા હતા. આ સાથે શહેર ભાજપ પ્રમુખ મિલનભાઈ કિરતસાતા સહિતના મહાનુભાવો પણ જોડાયા હતા.
આ આયોજન માટે નગરપાલિકાના ચીફ ઓફિસર રાહુલ કરમુર, પ્રમુખ રચનાબેન મોટાણી, ઉપઙ્ઘમુખ વિષ્ણુભાઈ પતાણી અને કારોબારી ચેરમેન રેખાબેન ખેતિયા, સદસ્યો વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
(1:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
