તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Thursday, 5th March 2026
જુનાગઢ ‘અકિલા'ના પત્રકાર વિનુભાઇ જોષીના પુત્ર વિરલ અને પુત્રવધુ મયુરી ન્યુઝીલેન્ડ જતા વિદાય

જુનાગઢઃ જુનાગઢ જિલ્લાના અકિલાના પત્રકાર વિનુભાઇ જોષીના પુત્ર ચિ.વિરલ હાલ ન્યુઝીલેન્ડના ઓકલેન્ડ શહેરમાં પેક એન્ડ સેવ કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે અને તેને ત્યાંનુ કાયમી નાગરિકત્વ પણ મળેલ છે. તાજેતરમાં ચિ.વિરલના તા.૬ ફેબ્રુઆરીના રોજ મેંદરડા નિવાસી જીવનભાઇ મોહનભાઇ તેરૈયા, શ્રીમતી મીનાબેન તેરૈયાની સુપુત્રી ચિ.મયુરી સાથે શુભલગ્ન અકિલાના પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સહિત વિવિધ ક્ષેત્રના આગેવાનોની ઉપસ્થિતીમાં યોજાયા હતા અને ચિ.વિરલના પત્નીને પણ ન્યુઝીલેન્ડના વિઝા મળતા તા.૪ માર્ચ બુધવારના રોજ આ નવદંપતિ માદરે વતનથી ન્યુઝીલેન્ડ જવા રાજકોટના હિરાસર એરપોર્ટ પરથી રવાના થયા હતા ત્યારે આ નવદંપતિને વિનુભાઇ જોષી, શ્રીમતી મિતાબેન જોષી, વેવાઇ જીવનભાઇ તેરૈયા, શ્રીમતી મીતાબેન તેરૈયા, ભરતભાઇ ભરાડ, અભિષેક સુર્યકાન્તભાઇ જોષી, મૈત્રેય જોષી, દિનેશભાઇ તેરૈયા, મધુબેન તથા પાર્થ સગારકા સહિતનાએ આ નવદંપતિને એરપોર્ટ પર ભાવભરી વિદાય આપી હતી અને વિદાય આપતી વેળાએ બન્ને નવદંપતિ પરિવારજનોને ભેટીને ભાવુક થયા હતા. ત્યારે સોૈની આંખોમાં હર્ષના આંસુ ભીની આંખો સાથે વિદેશની ધરતી પર આ નવદંપતિનું દામ્પંત્ય જીવન ખુશ સુખમય આનંદમાં પસાર થાય તેવા આશિવાર્દ અને શુભેચ્છા પાઠવી હતી. (અહેવાલઃ વિનુ જોષી, તસ્વીરઃ મુકેશ વાઘેલા, જુનાગઢ)
(12:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
