તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 4th March 2026
વેરો નહીં ભરતા સુરેન્દ્રનગર ભાવસાર બોર્ડીંગ સહિત 4 મિલકતોને સીલ મારી દેવાયા
5 બાકીદારોએ રૂપિયા 6.41 લાખ તાત્કાલીક ભરી મિલકતો સીલ થતા બચાવી

સુરેન્દ્રનગર મહાનગરપાલીકા દ્વારા શહેરમાં વેરા વસુલાત ઝુંબેશ ફરી ચાલુ કરાઈ છે. જેમાં મનપાની ટીમે બાકી વેરો ન ભરાતા બાવનગામ ભાવસાર બોર્ડીંગ સહિત 4 મિલકતદારોની મિલકતોને સીલ મારી દીધા છે. આ કાર્યવાહીમાં 5 બાકીદારોએ રૂપીયા 6.41 લાખ સ્થળ પર જ ભરી દઈ પોતાની મિલકતો સીલ થતા બચાવી લીધી હતી.
સુરેન્દ્રનગર મહાનગરપાલીકા દ્વારા શહેરમાં વેરા વસુલાત ઝુંબેશ તેજ કરાઈ છે. અગાઉ મનપાની ટીમે વેરા વસુલાત માટે સર્વોદય સોસાયટીની વાડી અને સીગ્નેચર રેસ્ટોરન્ટને સીલ મારી દીધા હતા. બીજી તરફ સીલ મારતા સમયે લાખો રૂપીયાના મીલકત વેરાની રીકવરી કરી હતી. ત્યારે તા. 02ના રોજ બપોર બાદ મનપાના કમીશ્નર ડો. નવનાથ ગવ્હાણેની સુચનાથી ટેકસ વિભાગની ટીમ ફરી શહેરમાં ફરી હતી. જેમાં જીનતાન રોડ પર આવેલ બાવનગામ ભાવસાર બોર્ડીંગના ટ્રસ્ટીઓ દ્વારા રૂપીયા 1,15,263 મીલકત વેરો ભર્યો ન હોઈ મનપાની ટીમે સીલ મારી દીધા હતા. જયારે વર્ષાબા જુવાનસિંહ પરમાર, જયંતીલાલ બાવલભાઈ ખાંદલા, ચંદનકુમાર કલજીમલ મહેશ્વરની મિલકતોને પણ સીલ કરાઈ છે
. આ ત્રણેય બાકીદારોના અંદાજે 3.76 લાખ રૂપીયા મનપાના લેણા છે. આથી આ બાકીદારોને મિલકતોને પણ મનપાની ટીમ સીલ મારી દીધા છે. જયારે જીતેન્દ્રભાઈ ચતુરભાઈ, હેમંતભાઈ ગુણવંતભાઈ શાહ, જયશ્રીબેન હસમુખલાલ દંતાણી, સુલતાનભાઈ શરીફભાઈ અને અજરામર ડેવલોપર્સ દ્વારા રૂપીયા 6.41 લાખથી વધુની રકમનો બાકી વેરો સ્થળ પર જ ભરપાઈ થઈ જતા આ મીલકતો સીલ કરાઈ ન હતી. 4 મિલકતો સીલ કરી તેના દરવાજા ઉપર નોટીસ ચોડી દેવાઈ છે. જેમાં મનપાએ લગાવેલ સીલ સાથે છેડછાડ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી થશે તેમ પણ જણાવાયુ છે. બીજી તરફ આગામી સમયમાં મોટી રકમના બાકીદારો સામે કડક કાર્યવાહીની ચીમકી મનપાએ ઉચ્ચારી છે.
(12:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
