<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd March 2026

સુરેન્દ્રનગર વડવાળા મંદિરના વિકાસ માટે વધુ બે કરોડની ગ્રાન્ટની ફાળવણી : હર્ષ સંઘવીની જાહેરાત

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી લોક ડાયરામાં ઉપસ્થિત રહ્યાં: કહ્યું -બાપુ કહે તે કામ કરી આપીશું :પ્રથમ વખત આવ્યો ત્યારે ગૌ હત્યારા ઉપર કડક કાર્યવાહી કરવાના સંકલ્પ દુધરેજ વડવાળા મંદિર ખાતેથી કર્યા હતા

સુરેન્દ્રનગર વડવાળા મંદિર ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી લોક ડાયરામાં ઉપસ્થિત રહ્યાં હતા. વડવાળા મંદિરના પ્રાગટ્ય દિવસે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોડી રાત્રે હર્ષ સંઘવીએ લોક ડાયરામાં હાજરી આપી હતી. વડવાળા મંદિરના વિકાસ માટે વધુ બે કરોડની ગ્રાન્ટની ફાળવણી કરવાની જાહેરાત હર્ષ સંઘવીએ સ્ટેજ ઉપરથી કરી હતી. બાપુ કહે તે કામ કરી આપીશું તેમ હર્ષ સંઘવીએ જણાવ્યું હતું. પ્રથમ વખત આવ્યો ત્યારે ગૌ હત્યારા ઉપર કડક કાર્યવાહી કરવાના સંકલ્પ દુધરેજ વડવાળા મંદિર ખાતેથી કર્યા હતા. 18 જેટલા ગૌ હત્યારા અને સાત વર્ષથી આજીવન કેદની સજા ફટકારી અને જેલના સળિયા ગણતા કરી દીધા છે. .

(6:19 PM IST)