<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd March 2026

જામનગરના દરેડ ગામે પાનની દુકાનમાં બિહારી શખ્‍સ નશાકારક ચોકલેટ વેંચતા ઝડપાઈ ગયો

 

જામનગર, તા.૩: દરેડગામ મસીતીયા રોડ આલ્‍ફા સ્‍કુલની સામે આવેલ મોસીમ પાન એન્‍ડ કોલ્‍ડ્રીક્‍સ નામની દુકાનના મહમદમોસીમ મહમદમુસ્‍લીમ સબ્‍ઝફરોસ ઉ.વ.૪૦ ધંધો વેપાર, રહેવાસી દરેડ ગામ મસીતીયા રોડ આલ્‍ફા સ્‍કુલની સામે માલિબેન ચારણની ઓરડીમાં જામનગર મુળ રહે.બિહાર રાજય ગામ દવડી જિલ્લો ખગડીયા વાળો માલીબેન ચારણની ભાડાની દુકાનમાં નશાકારક ચોકલેટ રાખી તેનુ વેચાણ કરે છે, જેથી સદર જગ્‍યાએ જઈ રેઈડ કરતા મજકુર ઈસમની દુકાનમાંથી સેવન મિનાર આયુર્વેદિક ઔષધિ લખેલ નશાકારક ચોકલેટો જે કુલ નંગ-૨૮૦ કુલ કિ.રૂ.૨૮૦/ ના મુદ્દામાલ સાથે મળી આવેલ અને આ બાબતે પંચ બી-ડીવી. પો. સ્‍ટે. જાણવા જોગ ફરીયાદ દાખલ કરાવી આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે.

આ કાર્યવાહી એસ.ઓ.જી. પોલીસ ઈન્‍સપેક્‍ટર બી.એન.ચૌધરી તથા એલ.એમ. ઝેર તથા એસ.ઓ.જી. સ્‍ટાફ દ્વારા કરવામાં આવેલ છે.

(1:16 PM IST)