<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd March 2026

પોરબંદર મહાનગરપાલિકા દ્વારા અર્જુનભાઇ મોઢવાડીયાની ઉપસ્‍થિતીમાં સેવા સેતુ કાર્યક્રમ

કડિયા પ્‍લોટમાં યોજાનાર સેવા સેતુ કાર્યક્રમમાં લોકો આધારકાર્ડ સુધારા રાશનકાર્ડ અને ઇ-કેવાયસી તથા વિવિધ યોજનાનો લાભ લઇ શકશે

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૩ :..  પોરબંદર શહેરમાં કડિયા પ્‍લોટ પે. સેન્‍ટર શાળા (ઉતર ઝોન) ખાતે તા. ૦૬/ના રોજ સેવા સેતુ કાર્યક્રમ યોજાનાર છે. આ કાર્યક્રમ કેબિનેટ મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાના અધ્‍યક્ષ સ્‍થાને યોજાશે.

 મહાનગરપાલિકાના મ્‍યુનિસિપલ કમિશનર  એચ.જે. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમના આયોજન માટે તૈયારી હાથ ધરવામાં આવી રહી છે. સેવા સેતુ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાય તે માટે મહાનગરપાલિકાના સભાખંડ ખાતે મ્‍યુનિસિપલ કમિશનરની અધ્‍યક્ષતામાં બેઠક યોજાઈ હતી. બેઠકમાં વિવિધ વિભાગોના અધિકારીઓને પરસ્‍પર સંકલનમાં રહી કામગીરી સુનિヘતિ કરવા માટે માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું.

આ સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત નાગરિકોને સરકારની વિવિધ યોજનાઓ અને સેવાઓનો લાભ એક જ સ્‍થળે ઉપલબ્‍ધ કરાવવામાં આવશે. જેમાં આધાર નોંધણી (૧૮ વર્ષથી ઓછી વયજૂથ માટે), આધાર કાર્ડમાં સુધારા, રાશન કાર્ડમાં નામ દાખલ/કમી/સુધારા તથા e-KYC જેવી સેવાઓ ઉપલબ્‍ધ રહેશે.

આ ઉપરાંત જાતિ પ્રમાણપત્ર, આવકનો દાખલો, નોન-ક્રીમીલેયર પ્રમાણપત્ર, જન્‍મ-મરણના દાખલા તથા લગ્ન નોંધણી જેવી જરૂરી સેવાઓ પણ સ્‍થળ પર ઉપલબ્‍ધ કરાવવામાં આવશે. નાગરિક કલ્‍યાણ સંબંધિત વિવિધ યોજનાઓ જેમ કે કુંવરબાઈનું મામેરૂ સહાય યોજના, વિધવા સહાય, રાષ્‍ટ્રીય વળદ્ધ પેન્‍શન યોજના, નિરાધાર વળદ્ધ અને દિવ્‍યાંગ સહાય યોજના, રાષ્‍ટ્રીય કુટુંબ સહાય યોજના, સુકન્‍યા સમળદ્ધિ યોજના, અટલ પેન્‍શન યોજના તેમજ પ્રધાનમંત્રી જીવન જ્‍યોતિ અને સુરક્ષા વિમા યોજનાઓ માટે અરજીઓ સ્‍વીકારવામાં આવશે. તેમ યાદીમાં જણાવાયું છે.

(1:30 PM IST)