<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd March 2026

પોરબંદરમાં હિતેષ કડેગીયા પર પાડોશીઓનો ધોકા-પથ્‍થરથી હુમલો

વાહનની ઠોકરે ગલડીયુ મરી જતાં સગીરને ઠપકો દેતાં ડખ્‍ખો

 

રાજકોટ તા. ૩: પોરબંદરના છાંયા વિસ્‍તારમાં રહેતાં અને સ્‍કૂલમાં પ્‍યુન તરીકે નોકરી કરતાં હિતેષભાઇ કરસનભાઇ કડેગીયા (ઉ.વ.૩૫) નામના યુવાન પર પાડોશીઓએ ધોકાથી હુમલો કરી પથ્‍થરના ઘા કરી ઇજા પહોંચાડતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં કમલાબગા પોલીસને જાણ કરાઇ હતી. હિતેષભાઇએ કહ્યું હતું કે-ખારવાનો એક છોકરો વાહન લઇ નીકળ્‍યો ત્‍યારે ગલુડીયાને ઠોકરે ચડાવતાં તેનું મોત થયું હતું. આથી મેં તેને જોઇને વાહન ચલાવવા બાબતે ઠપકો આપતાં તેણે ઘરે જઇ પરિવારજનોને જાણ કરતાં તેના પરિવારના લોકોએ આવી ધોકાથી હુમલો કર્યો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(11:55 AM IST)