તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Tuesday, 3rd March 2026
દેરડી વિસ્તારમાં વણથંભી વિકાસયાત્રાઃ રાજુભાઇ ડાંગરની જહેમત ઝળહળી
રાજકોટ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ તરીકે યશસ્વી અઢી વર્ષ પૂર્ણ મતક્ષેત્રમાં નવી શાળા, પંચાયત ભવન, રોડ, દવાખાના વગેરેના કામો

રાજકોટ તા.૩: સુલતાનપૂર ગામના વતની અને હાલ ગોંડલની દેરડી જિલ્લા પંચાયત બેઠક પરથી ચૂંટાયેલ રાજુભાઈ ડાંગરે જિલ્લા પંચાયતનાં ઉપપ્રમુખ તરીકે અઢી વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરેલ છે.તેમણે સપ્ટેમ્બર -૨૦૨૩ માં જિલ્લા પંચાયતનાં ઉપપ્રમુખ તરીકે પદગ્રહણ કર્યું હતું. આ અઢી વર્ષનાં સમયગાળા દરમિયાન તેઓએ પોતાના વિસ્તાર અને સમગ્ર જિલ્લા માટે ઉત્કળષ્ટ કામગીરી કરેલ છે.તેઓએ પોતાના વિસ્તારમાં અનેકવિધ લોકઉપયોગી કર્યો થકી ગ્રામ્ય વિસ્તારનાં લોકોમાં એક આગવી ઓળખ ઉભી કરી છે.ભારતીય જનતા પાર્ટી નાં પાયાના કાર્યકર તરીકે તેઓએ હર હંમેશ પાર્ટીને પ્રાથમિકતા આપીને સેવા કર્યો કરેલ છે.
તેમના કાર્યકાળ દરમિયાન પોતાના મત વિસ્તારમાં નવા આંગણવાડી ભવન, ગ્રામ પંચાયત ભવન, આરોગ્ય કેન્દ્ર,નવી પ્રાથમિક શાળા, નવા પશુ દવાખાનાઓનું નિર્માણ કરાવેલ છે, તેમના આ કાર્યકાળ દરમિયાન તેઓએ વિસ્તારમાં અનેકવિધ રસ્તાઓનું નિર્માણ કરાવ્યું છે જેમ કે રાણસીકી - વિંઝિવડ નાના સખપર રોડ, દાદાની સુપ્રસિદ્ધ જગ્યામાં સીસી રોડ,ખજૂરડી થી સુલતાનપૂર બે જિલ્લાને જોડતો રસ્તો,સુલતાનપૂર થી વાસાવડ રોડ, વાસાવડ ખાતે મેજર બ્રિજ,મોટા સખપર - ધુડશિયા રોડ,નીલાખા - દેવડા - સુલતાનપૂર રોડ, ધરાળા - દેરડી, ધરાળા - પાટ ખીલોરી રોડ, તથા ગ્રામ્ય વિસ્તારમાં વિવેકાધીન, ૧૫ મું નાણાપંચ, સ્વભંડોળ, એ.ટી.વી.ટી અને સરકારની અનેકવિધ ગ્રાન્ટમાંથી લોકોની સુખાકારીમાં વધારો થાય તેવા કર્યો કરેલ છે.
આ અઢી વર્ષનાં કાર્યકાળ પૂર્ણ થવાના પ્રસંગે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ,કેન્દ્રીય મંત્રી અને પોરબંદર સંસદસભ્યશ્રી મનસુખભાઈ માંડવીયા, વિસ્તારનાં ધારાસભ્યશ્રી ગીતાબા જયરાજસિંહ જાડેજા, પૂર્વ ધારાસભ્ય શ્રી જયરાજસિંહ જાડેજા, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ શ્રી રમેશભાઈ ધડુક, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી અલ્પેશભાઈ ઢોલરીયા,યુવા અગ્રણી શ્રી ગણેશભાઈ જાડેજા, જિલ્લા પંચાયતનાં સાથી સદસ્યશ્રી ટીમ,ગોંડલ ભાજપનાં અગ્રણીઓ, વહીવટી તંત્રનાં અધિકારીશ્રીઓ, મારાં મત વિસ્તારનાં તમામ સરપંચ,ભારતીય જનતા પાર્ટીનાં તમામ કાર્યકર્તા વગેરેનો શ્રી રાજુભાઈ ડાંગરએ આભાર વ્યક્ત કરેલ છે.
(11:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
