તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 3rd March 2026
સાવરકુંડલા પાલિકાની આગામી સભામાં સૈનિકો અને શહીદોના વેરા માફ કરવા માંગ ઉઠી
નિવૃત ફૌજી જાની અતુલકુમારે પાલીકાના સતાધીશો અને ચીફ ઓફિસરને લેખિત રજુઆત કરી

સાવરકુંડલા, તા.૩: શહેરમાં રહેતા અને દેશની સરહદોની સુરક્ષા કરનાર હાલમાં ફરજ બજાવતા તેમજ નિવળત જવાનો અને વિરંગત નારીઓ, અને શહીદોના પરિવાર જનોની લાંબા સમયથી સાવરકુંડલા નગરપાલિકામાં ચાલતી ન્યાય માંગણીઓ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવે છે.
દેશની સરહદો પર પોતાની યુવાનીના અમૂલ્ય વર્ષો અર્પણ કરનાર અને પોતાના પરિવારથી દૂર રહી દેશની રક્ષા કરનાર જવાનોને આજે પોતાના હક્ક માટે નગરપાલિકાના દરવાજા ખખડાવવા પડે તે અત્યંત દુઃખદ અને વિચિત્ર પરિસ્થિતિ છે.
પૂર્વ સૈનિકો દ્વારા કરવામાં આવેલી રજૂઆતો સંપૂર્ણપણે સરકારના કાયદા અને જોગવાઈઓને અનુરૂપ છે. તેમ છતાં વારંવાર રજૂઆત કરવા છતાં યોગ્ય નિર્ણય લેવામાં વિલંબ કરવામાં આવી રહ્યોછે.
રાજુલા તેમજ અન્ય ઘણીબધી નગરપાલિકાઓ દ્વારા દેશની સરહદોની સુરક્ષા કરનાર હાલમાં ફરજ બજાવતા તેમજ નિવળત જવાનો અને વિરંગત નારીઓ, અને શહીદોના પરિવાર જનોની તમામ વેરામાં માફી આપવામાં આવી છે. ત્યારે સાવરકુંડલા નગરપાલિકા દ્વારા સમાન નીતિ અમલમાં કેમ નથી લાવવામાં આવતી તે પ્રશ્ન ઉદ્ભવે છે. રાજુલામાં તમામ વેરાઓ માફ છે જયારે જીલ્લાની સાવરકુંડલા નગરપાલિકાઓ વચ્ચે પાલિકા સતાધીશો દ્વારા આવો ભેદભાવ શા માટે થાય છે? તેવો જવાનોના મનમાં ઉદભવી રહ્યો છે. આ બાબતે સાવરકુંડલા નગરપાલિકામાં આવનાર જનરલ સભા ૦૫/૦૩/૨૦૨૬ના રોજ બોલાવવામાં આવી છે તેમા તાત્કાલિક યોગ્ય ઠરાવ પસાર કરી સૌનીકો તેમજ પૂર્વ સૈનિકોને કાયદેસર મળવાપાત્ર તમામ રાહતો અને વેરા માફી અમલમાં મૂકે તેવી માંગ કરવામાં આવે છે. દેશ માટે જીવન સમર્પિત કરનાર જવાનોનો માન અને સન્માન જાળવવો દરેક સરકારી સંસ્થાની નૈતિક અને કાનૂની ફરજ હોવાથી સાવરકુંડલાના નિવળત ફૌજી જાની અતુલકુમાર બળવંતરાય દ્વારા સાવરકુંડલા નગરપાલીકાના સતાધીશો અને ચીફ ઓફિસરને લેખિત રજુઆત કરવામાં આવી છે.
(10:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
