તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 3rd March 2026
કચ્છના અંજારમાં હાઇવે ઉપર હેરોઇનનો વેપલો: ઢાબા સંચાલક ઝડપાયો
તાજેતરમાં જ SMC અને પછી બોર્ડર રેન્જ પોલીસની તવાઈ બાદ સ્થાનિક પોલીસ દોડતી થઈ ગઈ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૩ : ગુજરાતમાં હવે સરહદી કચ્છ જિલ્લા સુધી દારૂ સાથે હવે ડ્રગ્સનું દૂષણ પણ વ્યાપક બન્યું છે. તાજેતરમાં જ SMC અને પછી બોર્ડર રેન્જ પોલીસની તવાઈ બાદ સ્થાનિક પોલીસ દોડતી થઈ ગઈ છે. કચ્છના અંજારમાં વરસાણા ગામ પાસે હાઇવે ઉપરથી ઢાબાના સંચાલક પ્રકાશ હેરિંગારામ બિશ્નોઈ પાસેથી અંજાર પોલીસે ૪.૪૭ લાખની કિંમતનું ૨૨.૩૭ ગ્રામ હેરોઇન ઝડપી પાડ્યું છે. પોલીસે આ શખ્સની અટકાયત કરી હેરોઇન આપી જનાર રાજસ્થાનના અને હાલ ગાંધીધામ રહેતા રમેશ હરિરામ બિશ્નોઇ સામે પણ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
(9:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
