તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 2nd March 2026
પ્રોહીબીશનના ગુનામા લાલશાહીથી દર્શાવેલ નાસ્તા-ફરતા આરોપી સિકંદર ઉર્ફે સિકલાને જામનગર પંચકોષી એ ડીવીઝન પોલીસે ઝડપી લીધો
બાતમીના આધારે આરોપીને પકડી લઇને કોર્ટમાં રજૂ કરવા તજવીજ

જામનગર :રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ (IPS) નાઓ દ્વારા જામનગર જીલ્લાના નાસતા ફરતા આરોપીઓને પકડવા કડક સુચના કરવામાં આવેલ હોય, જે અનુસંધાને જામનગર જીલ્લાના પોલીસ અધીક્ષક ડો. રવિ મોહન સૈની (IPS) નાઓ દ્વારા જામનગર જીલ્લામાં નાસતા-ફરતા આરોપીને પકડી પાડવા અસરકારક કાર્યવાહી કરવા કડક સુચના કરવામા આવેલ હોય તેમજ નાયબ પોલીસ અધિક્ષક મીત રૂદલાલ જામ.ગ્રામ્ય વિભાગ જામનગર તથા પંચ એ ડિવી.પો.સ્ટે.ના પો. ઇન્સ એમ.એન.શેખના માર્ગદર્શન મુજબ ,દરમ્યાન પંચકોષી એ ડિવી.પો.સ્ટે.ના એ.એસ.આઇ શોભરાજસિંહ જી.જાડેજા તથા પો.કોન્સ. શિવરાજસિંહ કે,જાડેજાનાઓને સંયુક્ત ખાનગીરાહે હકીકત મળેલ કે, પ્રોહીબીશનના ગુન્હામા લાલશાહી દર્શાવેલ છેલ્લા સાત માસથી નાસ્તો-ફરતો આરોપી સીકંદર ઉર્ફે સિકલો ફિરોઝભાઇ સાટી જાતે-પીંજારા (ઉ.વ.35 ) ધંધો- મજુરી (રહે. રિધ્ધી સીધ્ધી સોસાયટી ખોજા નાકા અંદર જામનગર વાળા )ને તા.૦૧/૦૩/૨૦૨૬ ના રોજ આરોપીને અટક કરી નામદાર કોર્ટમાં મોકલવા તજવીજ કરવામા આવેલ છે
આરોપી સીકંદર ઉર્ફે સિકલો ફિરોઝભાઈ સાટી જાતે-પીંજારા ઉવ.૩૫ ધંધો- મજુરી રહે. રિધ્ધી સીધ્ધી સોસાયટી ખોજા નાકા અંદર જામનગર
આ કાર્યવાહી પંચકોષી 'એ' ડીવી. પો.સ્ટે. ના પો. ઇન્સ. એમ.એન.શેખ તથા એ.એસ.આઇ. શોભરાજસિંહ ગુમાનસિંહ જાડેજા તથા પો.કોન્સ. શિવરાજસિંહ કિશોરસિંહ જાડેજા વિગેરે નાઓએ કરેલ છે.
(9:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
