<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd March 2026

ખંભાળીયામાં રસ્‍તા વચ્‍ચે અડચણરૂપ ડી.જે. સહિતના વાહન ચાલકો સામે પોલીસની કાર્યવાહી

જીલ્લા પોલીસવડા જયરાજસિંહ વાળા, ડીવાયએસપી વિસ્‍મય માનસેવાની આગેવાનીમાં કાર્યવાહી કરાઇ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ર :.. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દ્વારકા ફુલડોળ ઉત્‍સવમાં જતા પદયાત્રીઓને ખુબ જ સારી સગવડો મળે તથા અગવડો ના ઉભી થાય તે માટે દ્વારકા જિલ્લાના વહીવટી તંત્ર તથા પોલીસ તંત્ર દ્વારા રસ્‍તાઓ સંદર્ભમાં જાહેરનામાં તેનો અમલ સેવા કેમ્‍પ વિ. કરાયા હતાં. પરંતુ દર વર્ષે મોટા પ્રમાણમાં મોટા સ્‍પીકરો સાથે રસ્‍તાની વચ્‍ચે ડીજેનું વાહન ઉભું રાખીને લોકોને ચાલવામાં નડતરરૂપ થવા તથા રસ્‍તાની વચ્‍ચે ઉભા કરીને રાસ કરવા વાહનોને રોકી ને તેમને ધરાર પોતાની પાસેની ચીજો આપવી જેવી પ્રવૃત્તિ થતી હોવાની ફરીયાદો આવતા દ્વારકા જિલ્લા પોલીસ વડા શ્રી જયરાજસિંહ વાળી તથા ડીવાયએસપી શ્રી વિસ્‍મય માનસેતાના માર્ગદર્શનમાં ખંભાળીયા ઇન્‍ચાર્જ પી. આઇ. નિકુંજ જોશીએ સ્‍ટાફ સાથે પાયલ હોટલ ખંભાળીયા થી વડત્રા સુધી ચેકીંગ કરીને આવા રસ્‍તા પર ઘોંઘાટ અને નડતરૂપ એવા નાના મોટા ચૌદ વાહનો છોટાહાથી આઇસર - બોલેરો જીપ જેવા ડીટેન કરતા આવા વાહન ચાલકો અને તેમના સંઘમાં સોંપો પડી ગયો હતો. તો પદયાત્રીઓમાં રાહત થઇ ગઇ હતી.

(1:32 PM IST)