<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd March 2026

ઉનાના સિમરમાં પત્‍નીની હત્‍યા કરનાર પતિની અટકાયત

દંપતીના ઝઘડાએ ઉગ્ર સ્‍વરૂપ પકડયુ અને દસ્‍તા વડે હુમલો કરીને પતિએ પત્‍નીનું મોત નીપજાવેલ

(નવીન જોષી દ્વારા) ઉના, તા.૨: સીમરમાં પતી અને પત્‍ની વચ્‍ચેના ઝઘડાએ ઉગ્ર સ્‍વરૂપ પકડયું અને પતિએ દસ્‍તા વડે કર્યા હુમલામાં ગંભીર ઈજા બાદ પત્‍નીનું મોત નીપજયું હતું. પત્‍નીની હત્‍યા કરનાર પતિ જગદીશની પોલીસે અટકાયત કરી લીધી છે.

સિમર ગામ વાડી વિસ્‍તારમાં રહેતા જગદીશ ઉર્ફે જગા ડાભી પતિ અને પત્‍ની લક્ષ્મી જગદીશભાઈ ડાભી ઉ.વ.૪૫  વચ્‍ચે બોલાચાલી થઈ હતી. ઝગડો એ ઉગ્ર રૂપ ધારણ કર્યું હતું. જગદીશ એ આવેશ માં આવી ઘરમાં પડેલ લોખંડનો દસ્‍તો લઈ પત્‍ની લક્ષ્મી ઉપર આડેધડ માર મારવા લાગેલ અને માથામાં પણ જોરદાર ઘા મારતા પત્‍ની લક્ષ્મી લોહી લુહાણ હાલતમાં બેભાન થઈ ગઈ હતી.

લક્ષ્મીબેનને તેના પરિવારે સિમર હોસ્‍પિટલ લઈ ગયા હતા જ્‍યાં ફરજ ઉપરના ડોક્‍ટરે મળત જાહેર કર્યા હતા. મળતક લક્ષ્મીના મળત દેહને પોસ્‍ટ મોર્ટમ માટેના હોસ્‍પિટલ લઈ જવામાં આવ્‍યો હતો. આ અંગે મરણ જનારના દીકરા કેતન અને દિનેશ પણ હોસ્‍પિટલે પહોંચી ગયા હતા અને માતાનો મળત દેહ જોઈ કેતન અને દિનેશ ભાંગી પડ્‍યા હતા અને કલ્‍પાંત કરવા લાગ્‍યા હતા.

નવાબંદર મરીન પોલીસને જાણ થતા ઈનચાર્જ પી આઈ જેબલિયા, પી. એસ. આઈ. રાઠોડ, મહિલા પી. એસ. આઈ. કંચનબેન પરમાર સ્‍ટાફ સાથે ઘટના સ્‍થળે પહોંચી ગયા હતા. અને પુત્રોનું નિવેદન નોંધી અને આરોપી જગદીશ ડાભીની પણ અટકાયત કરી પૂછ પરછ શરૂ કરી હતી.

મરણ જનારના દીકરા એ નિવેદન આપ્‍યું હતું કે પિતા માનસિક બીમાર છે. અગાઉ દવા લેતા હતા. હાલ નથી લેતા. જ્‍યારે આરોપી જગદીશના ભાઈ પરબત ડાભી એ જણાવેલ કે મરણ જનાર તેમના ભાભી લક્ષ્મીબેનને કોઈ સાથે આડા સંબંધ હોય તે શંકા અંગે કોઈએ ભાઈ જગદીશને કરેલ તે બાબતે ઝઘડો થયો હશે. પોલીસે આ અંગે હુમલાનું સાચું કારણ શોધવા ઉંડાણ પૂર્વક તપાસ કરી રહી છે.

મૃતક પત્‍ની લક્ષ્મીબેન

આરોપી પતિ જગદીશ

(11:15 AM IST)