તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 2nd March 2026
જસદણના નગરસેવક ગભરૂભાઈ ધાધલની ભુપેન્દ્રભાઈ સાથે મુલાકાત

(હુસામુદ્દીન કપાસી-હિતેશ ગોસાઈ દ્વારા) જસદણ,તા.૨: જસદણ નગરપાલિકામાં શાખ અને ધાક ધરાવતાં કાર્યશીલ ભાજપના નગરસેવક ગભરૂભાઈ ધાધલ એ તાજેતરમાં ગાંધીનગરમાં રાજ્યના ડાયનેમિક મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ઉપ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સહિત અન્ય મંત્રીઓ સાથે સૌજન્ય મુલાકાત કરી હતી જસદણ શહેરના વોર્ડ નંબર ત્રણમાંથી લાંબા સમયથી ચૂંટાતા ગભરૂભાઈ ધાધલ (મો.૯૯૭૪૦ ૦૨૫૨૬) એ ભૂતકાળમાં ભાજપના યુવા સંગઠનમાં જબરદસ્ત કામગીરી કરી ભાજપને એક ખરા અર્થમાં તાકાત આપી હતી. હાલ પણ ગભરુભાઈને શહેરનો કોઈપણ નાગરિક પોતાની સમસ્યા અંગે ટેલીફોનીક ફરિયાદ કરે તો પણ એ નાગરિકોને મદદરૂપ બની રહ્યાં છે.
(10:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
