તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 1st March 2026
કચ્છના ખાવડા વિસ્તારમાં ફાયરિંગ રેન્જમાંથી લાવેલો સેલ ફાટતા 8 વર્ષના બાળકનું મોત
પ્રણવનગર નજીક કોલીવાસમાં ગઈકાલે રાત્રે એક ભયાનક વિસ્ફોટની ઘટના: વણફૂટેલો જીવંત સેલ રમકડા જેવી વસ્તુ સમજીને ઘરે લાવવું બાળકના પરિવાર માટે માતમનું કારણ બન્યું

કચ્છના ખાવડા વિસ્તારમાં આવેલા પ્રણવનગર નજીક કોલીવાસમાં ગઈકાલે રાત્રે એક ભયાનક વિસ્ફોટની ઘટના બની હતી. આ દુર્ઘટનામાં 8 વર્ષીય બાળક ભાવેશ અરવિંદભાઈ કોલીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. વણફૂટેલો જીવંત સેલ રમકડા જેવી વસ્તુ સમજીને ઘરે લાવવું બાળકના પરિવાર માટે માતમનું કારણ બન્યું છે. 8 વર્ષીય ભાવેશ નજીકમાં આવેલી ફાયરિંગ બટ રેન્જ (જ્યાં સુરક્ષા દળો દ્વારા પ્રેક્ટિસ કરવામાં આવે છે) માંથી એક વણફૂટેલો સેલ ઘરે લઈ આવ્યો હતો.
(7:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
