News of Saturday, 28th February 2026
ગજબની હિંમત! ટંકારાના સાવડી નજીક તસ્કરો ચાલુ હેવી વિજ તાર કાપી ચોરી ગયા!
પીજીવીસીએલ તંત્ર ઘટના સ્થળે પહોંચ્યુઃ પોલીસમાં ફરીયાદ નોંધાવવાની તજવીજ

(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા તા. ર૮ :.. ટંકારા તાલુકાના લતીપર હાઈવે ઉપર સાવડી ગામ નજીક એક અજીબોગરીબ ચોરીની ઘટના સામે આવી છે. તસ્કરોએ થાંભલા ઉપર ચાલુ (લાઈવ) હેવી વિજળીના તારોને કાપીને ઉઠાવી લીધા છે. આ ઘટનાથી વિસ્તારમાં વીજ પુરવઠો અસરગ્રસ્ત થયો હોવાની શકયતા છે અને સ્થાનિક લોકોમાં આヘર્ય તેમજ ચિંતા વ્યાપી છે.
મળતી વિગતો અનુસાર, તસ્કરોએ રાત્રે અથવા અંધારામાં આ કામગીરી અંજામ આપી હોવાનું અનુમાન છે. ચાલુ વિજળીના તારોને કાપવાની આ ઘટના ખૂબ જ જોખમી છે, કારણ કે તેમાં વીજળીના શોકથી જાનહાનિનું પણ જોખમ રહેલું છે. આવી ચોરીઓમાં તારોનું મૂલ્ય વધુ હોવાથી તસ્કરો તેને લક્ષ્ય બનાવે છે.
ઘટનાની જાણ થતાં જ પસ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ (પીજીવીસીએલ)નું તંત્ર તાબડતોબ ઘટનાસ્થળે પહોંચ્યું હતું. અધિકારીઓએ સ્થળનું નિરીક્ષણ કર્યું અને તારોની ચોરીની પુષ્ટિ કરી. પીજીવીસીએલ વિભાગે જણાવ્યું કે, આ ઘટના અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.
(12:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
