<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th February 2026

જેતપુરમાં હાર્ટ એટેકે આધેડનો જીવ લીધો

નવાગઢ વિસ્તારમાં ટ્રાન્સપોર્ટેની ઓફિસમાં આધેડને અચાનક ગભરામણ થઈ અને કોઈ કંઈ સમજે તે પહેલા જ ઢળી પડ્યા

રાજકોટના જેતપુરમાં હાર્ટ એટેકે આધેડનો જીવ લીધો છે  જેતપુરના નવાગઢ વિસ્તારમાં ટ્રાન્સપોર્ટેની ઓફિસમાં ગયેલા આધેડના અચાનક ગભરામણ થઈ અને કોઈ કંઈ સમજે તે પહેલા જ આધેડ ઢળી પડ્યા હતા. આઘેડ ઓફિસમાં ઉભા-ઉભા વાતચીત કરી રહ્યા હતા એ જ વખતે હાર્ટ એટેક આવતા અચાનક જમીન પર ઢળી પડ્યા હતા અને ઘટનાસ્થળે જ તેમનું મોત થયું..મૃતક રિક્ષા ચલાવી પોતાના પરિવારનું ગુજરાતન કરતા હતા.

 

(1:25 PM IST)