<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th February 2026

દેવભૂમિ દ્વારકા પોલીસ દ્વારા પદયાત્રીકો માટે સેવા કેમ્‍પઃ પોલીસવડા જયરાજસિંહ વાળાના હસ્‍તે ઉદ્‌ઘાટન

 

ખંભાળીયા : દ્વારકાધીશ ફુલડોલ ઉત્‍સવ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા પદયાત્રીઓની સેવામાં ર૪ કલાક ખડેપગે કાર્યરત રહેવાના મક્કમ મનોબળ સાથે પ્રાથમિક મેડિકલ સુવિધા સહિત આરામ ખાવા-પીવા-નાસ્‍તા ગરમ પાણીથી ન્‍હાવા ધોવા માટેની તમામ તૈયારી સાથે કેમ્‍પ કાર્યરત છે. જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળા સહિત જિલ્લાના મહાનુભાવોના હસ્‍તે વિધિવત ઉદ્‌્‌ઘાટન કરવામાં આવ્‍યુ હતું જે તસ્‍વીરમાં નજરે પડે છે. (તસ્‍વીર - અહેવાલ : કૌશલ સવજાણી-ખંભાળીયા)

(1:49 PM IST)