તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 25th February 2026
ગોંડલમાં આપના નેતા જીગીશાબેન પટેલ ઉપરના હુમલામાં આજે પોલીસ ફરીયાદ થશે

તસ્વીરમાં ઇજાગ્રસ્ત જીગીશાબેન હોસ્પીટલમાં સારવાર હેઠળ નજરે પડે છે.(તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોîડલ)(૬.૭)
(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ, તા.રપઃ ગોંડલને કાર્યક્ષેત્ર બનાવી સક્રીય બનેલા આપ નાં મહીલા નેતા જીગીશાબેન પટેલ ઉપર ભગવતપરા નાં ઘોઘાવદર રોડ પર આવેલી સંગમ પાર્ક સોસાયટી માં હુમલો થયો હતો. હુમલા સમયે તેમની સ્વિફટ કાર પર પથ્થરમારો કરી કાચ તોડાયા હતાં.ઇજાગ્રસ્ત જીગીશાબેન તુરંત સરકારી હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા હતા. બનાવનાં પગલે જીગીશાબેનનાં ટેકેદારો તથા આપનાં કાર્યકરો હોસ્પિટલ દોડી ગયા હતા. શહેરની એ, બી ડિવિઝન પોલીસ ઉપરાંત રુરલ ક્રાઇમ બ્રાંચ પોલીસ નો કાફલો પણ હોસ્પિટલ દોડી ગયો હતો. બનાવને લઈને ગોંડલમાં ચકચાર મચી જવા પામી છે.
પ્રાપ્ત વિગત મુજબ સવારે સાડા અગીયાર નાં સુમારે સંગમ પાર્ક સોસાયટીમાંથી પાણી, કચરા અને ગટર અંગે રજુઆત આવી હોય જીગીશાબેન પટેલ તથા તેમનાં કાર્યકરો દિપક વઘાશિયા,જયસુખ વઘાશિયા તથા ધ્રુવીન રાદડિયા સાથે સ્વિફટ કારમાં સંગમ સોસાયટી માં પંહોચ્યા હતા. ત્યાં મહીલાઓએ નગરપાલીકા દ્વારા અપાતુ પાણી લીલુ આવતુ હોય ઉપરાંત કચરા નાં ઢગલા ખડકાયા હોય કોઇ સફાઈ માટે આવતુ નહી હોવાની ફરિયાદ કરી હતી. જીગીશાબેને આ વિસ્તાર નાં સ્થાનિક સુધરાઈ સભ્ય રુષિરાજસિંહ ને ફોન કરી રુબરુ આવવા ફોન કરી જણાવ્યું હતું. બાદ માં સભ્યની રાહમાં કારમાં બેઠા હતા. દરમિયાન અચાનક ધસી આવેલી ત્રણ થી ચાર મહીલાઓ તથા બે પુરુષો એ કાર માં બેઠેલા જીગીશાબેન ઉપર હુમલો કરી દિધો હતો.પત્થર થી હુમલો થતા જીગીશાબેન ને માથા માં તથા આંખ પર ઇજા પંહોચી હતી હુમલા સમયે કાર ઉપર પત્થર મારો થતા કાચ ફુટયા હતા. પરિસ્થિતિ વણસતા જીગીશાબેન ત્યાંથી રવાના થઈ સારવાર માટે સરકારી હોસ્પિટલ પંહોચ્યા હતા. ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતાં.
હુમલાને કારણે તેઓ અસ્વસ્થ હોય પોલીસ નિવેદન લઇ શકી નથી.હવે આજે પોલીસ ફરિયાદ અંગે કાર્યવાહી થશે.
દરમિયાન જીગીશાબેન સાથે રહેલા ધ્રુવિન રાદડિયાએ જણાવ્યું કે મહીલાઓ ની રજુઆતને લઈને જીગીશાબેને નગરપાલિકાનાં આ વિસ્તાર નાં ચુંટાયેલા સભ્ય રુષિરાજસિંહ જાડેજાને મોબાઇલ કરતા તેમણે હું બહાર છુ.તેવો જવાબ આપતા જીગીશાબેને તમારી સાથે ચુંટાયેલા અન્ય સભ્યોને મોકલો એવુ કહેતા રુષિરાજસિંહે મોકલુ છુ. તેવું જણાવ્યું હતું.
દરમિયાન સભ્યો તો ના આવ્યા પણ ચાર મહીલાઓ તથા બે પુરુષો આવી અમારે પણ સમસ્યાઓ છે. તેવુ કહેતા જીગીશાબેને તેમને વિસ્તાર પુછતા આશાપુરા રોડ તથા ગુંદાળારોડ પર થી આવતા હોવા નું જણાવ્યું હતું.ત્યારે જીગીશાબેને હું ત્યાં રુબરુ આવીશ તેવુ કહેતા આ લોકો અચાનક ઉશ્કેરાયા હતા. અને જગડો કરી કાર ઉપર પત્થરમારો કરી જીગીશાબેન ને પણ પત્થર માર્યા હતા.જેને કારણે જીગીશાબેન ને ઇજા થતા લોહી નિકળ્યું હતું. આ લોકોને રુષિરાજસિંહે મોકલ્યા નો આક્ષેપ ધ્રુવિન રાદડિયાએ કર્યો હતો.
(11:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
