<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd February 2026

ભાણવડના બરડા ડુંગરમાં નશાના નેટવર્કને તોડવા દરોડા દેશી દારૂની બે મોટી ભઠ્ઠીઓ પર તવાઈ બોલાવી

4400 લિટર આથો અને 24 બેરલ સહિત અંદાજે 1 લાખ 20 હજારનો મુદ્દામાલ સ્થળ પર જ નષ્ટ કરાયો.

દેવભૂમિદ્વારકામાં ભાણવડના બરડા ડુંગરમાં નશાના નેટવર્કને તોડવા SP જયરાજસિંહ વાળાની આગેવાનીમાં દરોડા પાડવામાં આવ્યા હતા. DYSP વી.પી. માનસેતા, LCB અને સ્થાનિક પોલીસની ટીમે પહાડી વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ડુંગરાળ વિસ્તારમાં ચાલતી દેશી દારૂની બે મોટી ભઠ્ઠીઓ પર તવાઈ બોલાવી હતી પોલીસ ટીમે સંપૂર્ણ નાશ કર્યો હતો 

 દરોડા દરમિયાન  4400 લિટર આથો અને 24 બેરલ સહિત અંદાજે 1 લાખ 20 હજારનો મુદ્દામાલ સ્થળ પર જ નષ્ટ કરાયો હતો . પોલીસની આક્રમક કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ સાથે મુખ્ય આરોપીઓ ભૂગર્ભમાં ઉતર્યા છે  બુટલેગર સુકા પરબત મોરી અને ભાયા વાઘા રબારી સામે ગુનો દાખલ કરાયો હતો.પોલીસ દ્વારા શોધખોળ તેજ કરાઈ છે  પોલીસે બેરલ તોડ્યા હતા , આથો ઢોળ્યો અને દારૂના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો હતો .

(8:54 PM IST)