તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 23rd February 2026
મોરબીમા જતીન સોનીની કરપીણ હત્યાના વિરોધમાં જામનગરની મુખ્ય ચાંદી બજારના તમામ વેપારીઓએ સ્વયંભૂ ધંધા-રોજગાર બંધ રાખીને વિરોધ નોંધાવ્યો : જુઓ વિડીયો
કલેક્ટર કેતન ઠક્કરને આવેદનપત્ર પાઠવીને આરોપી સામે કાર્યવાહી કરવાની માગણી : સોની સમાજમાં ભારે રોષ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૩ :મોરબીમાં માત્ર હોર્ન મારવા જેવી સામાન્ય બાબતે સોની યુવાન જતીન સોનીની કરપીણ હત્યા કરવામાં આવી, જેના લીધે સોની સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આજે સવારથી જ જામનગરની મુખ્ય ચાંદી બજારના તમામ વેપારીઓએ સ્વયંભૂ ધંધા-રોજગાર બંધ રાખી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. અને કલેક્ટર કચેરીએ જઈ કલેક્ટર કેતન ઠક્કરને આવેદનપત્ર પાઠવી આરોપી સામે કાર્યવાહી કરવાની માગણી કરવામાં આવી છે. તસ્વીરો : કિંજલ કારસરીયા, જામનગર
(3:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
