<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd February 2026

મોરબી નજીક કાર અકસ્‍માતમાં મહેન્‍દ્રનગરના બે આશાસ્‍પદ યુવાનોના મોતથી ગામ હિબકે ચડયુ

તસ્‍વીરમાં અકસ્‍માતમાં મોતને ભેટેલ બન્ને યુવાનોની ફાઇલ તસ્‍વીર અને કાર નજરે પડે છે.

તસ્વીરમાં અકસ્માતમાં મોતને ભેટેલ બન્ને યુવાનોની ફાઇલ તસ્વીર અને કાર નજરે પડે છે.

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ર૩ :.. મોરબી નજીક કાર અકસ્‍માતમાં મહેન્‍દ્‌નગરનાં બે આશાસ્‍પદ યુવાનોના મોતથી ગામ હિબકે ચડયું હતું. અંતિ યાત્રામાં હૃદયદ્રાવક દૃશ્‍યો સર્જાયા હતાં.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના મહેન્‍દ્રનગર ગામના રહેવાસી નિલેશભાઈ પ્રાણજીવનભાઈ કાનાણી ૩૪ વર્ષ અને ભીખાભાઇ નીતિનભાઇ તલસાનીયા ૩૦ વર્ષ એમ બંને યુવાનો કાર જીજે ૩૬ એફ ૬૦૯૫ લઈને જેતપર રાપર ગામ નજીકથી પસાર થતા હતા ત્‍યારે કોઈ કારણોસર કાર નાળામાં ખાબકી હતી જે ઘટનાની જાણ થતા સ્‍થાનિકો દોડી ગયા હતા બંને યુવાનોને બહાર કાઢી ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સ મારફત જેતપર સરકારી હોસ્‍પિટલમાં ખસેડાયા હતા ફરજ પરના તબીબે બંને યુવાનોને જોઈ તપાસીને મળત કર્યા હતા.

બનાવની જાણ થતા તાલુકા પોલીસના વિજયભાઈ મિયાત્રા અને રવિભાઈ રબારીની ટીમ સ્‍થળ પર પહોંચી હતી અને બનાવ મામલે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

જેતપર-રાપર રોડ પર કાર તળાવમાં ખાબકતા સર્જાયેલા ગોઝારા અકસ્‍માતમાં મહેન્‍દ્રનગરના બે આશાસ્‍પદ યુવાનોના મોત નિપજ્‍યા છે. આ અકસ્‍માત માત્ર બે જીવ જ નથી ભરખી ગયો, પરંતુ બે હસતા-રમતા પરિવારોનો માળો વિંખી નાખ્‍યો છે. એક યુવાનના તો હજુ ર૦ દિવસ પહેલા જ લગ્ન થયા હતા, જ્‍યારે બીજા યુવાને બે માસૂમ બાળકોને નોંધારા મૂકયા છે. સૌથી મોટી કરુણતા એ છે કે, બંને યુવાનો પોતપોતાના માતા-પિતાના એકના એક જ દીકરા હતા.

અકસ્‍માતમાં જીવ ગુમાવનાર ભીખાલાલ તલસાણીયાને ગામમાં સૌ શ્નભવ્‍યઙ્ખ ના હુલામણા નામથી ઓળખતા હતા. ભવ્‍ય જ્‍યારે સાવ નાનો હતો ત્‍યારે જ તેના પિતાનું અવસાન થતાં તેની માતાએ તેને એકલા હાથે ઉછેરીને મોટો કર્યો હતો. તે માતાનો એકનો એક સહારો હતો અને એક્‍સપોર્ટ કંપનીમાં નોકરી કરીને ઘરનું ગુજરાન ચલાવતો હતો. હજુ તો માંડ ર૦ દિવસ પહેલા જ તેના લગ્ન થયા હતા અને ઘરમાં ખુશીનો માહોલ હતો, ત્‍યાં જ કાળમુખા અકસ્‍માતે નવપરિણીત પત્‍નીનો સિંદૂર ભૂંસી નાખ્‍યો છે. પિતાવિહોણા પુત્રને ગુમાવનાર માતા પર આભ ફાટી પડ્‍યું છે.

જ્‍યારે બીજો મળતક યુવાન નિલેશ કાનાણી મૂળ કેરાળા ગામનો વતની અને ખેડૂત પુત્ર હતો. વર્ષોથી તેઓ મહેન્‍દ્રનગર રહેતા હતા. નિલેશભાઈ નકલંક પેઇન્‍ટ્‍સ નામની દુકાન ચલાવી પરિવારનું ભરણપોષણ કરતા હતા. નિલેશ પણ તેના માતા-પિતાનો એકનો એક જ દીકરો હતો. આ ગોઝારી ઘટનામાં નિલેશે જીવ ગુમાવતા તેની ૬ વર્ષની દીકરી અને ૩ વર્ષના દીકરાએ પિતાનો વહાલ ગુમાવ્‍યો છે.બન્ને અંતિમ યાત્રા વેળાએ ગામ હિબકે ચડયું હતું. અને હૃદય દ્રાવક દૃશ્‍ય સર્જાયા હતાં.

(1:19 PM IST)