તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Monday, 23rd February 2026
લગ્ન નોંધણી પદ્ધતિના નિયમોના ફેરફારને વધાવતા ઇન્દ્રભારતી બાપુ
મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને અભિનંદન પાઠવ્યા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૨૩: લગ્ન નોંધણી પદ્ધતિના નિયમોના ફેરફારને રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના મહંત ઇન્દ્રભારતીબાપુએ વધાવી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીને અભિનંદન પાઠવ્યા હતા.
શ્રી ઇન્દ્રભારતીબાપુએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે લગ્ન નોંધણીના નિયમો બદલવાની અને નિયમોમાં ફેરફાર કરવાની જાહેરાત કરી છે. રાજ્ય સરકારનું આ કાર્ય વંદનીય છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની સરકારે કરેલી જાહેરાતથી બેન, દીકરીઓની સલામતીમાં વધારો થશે. સરકાર લોક ઉપયોગી કાર્યો કરતી રહે એવા આશીર્વાદ શ્રી ઇન્દ્રભારતી બાપુએ પાઠવ્યા હતા.
(1:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
