<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd February 2026

પોરબંદર ચાલુ ટ્રેનમાં મહિલાની છેડતી:લંપટ પ્રિન્સિપાલને મેથીપાક; કુતિયાણાના શિક્ષકની કરતૂતનો વીડિયો વાયરલ

ચાલુ ટ્રેનમાં છેડતીના આરોપસર મહિલાઓએ પ્રિન્સિપાલની ધોલાઈ કરી

પોરબંદર: મહિલાઓની છેડતી કરનાર પ્રિન્સિપાલની ચાલુ ટ્રેનમાં ધોલાઈ થઈ ગઈ હતી જેનો વિડિઓ પણ શોસ્યલ મીડિયામાં વાયરલ થયો હતો, . કુતિયાણાના મહિયારી ગામની શાળાના પ્રિન્સિપાલ પર છેડતીનો આરોપ લાગ્યો છે. ચાલુ ટ્રેનમાં છેડતીના આરોપસર મહિલાઓએ પ્રિન્સિપાલની ધોલાઈ કરી હતી . યુવકે પ્રિન્સિપાલની પિટાઈ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો . થોડા દિવસ અગાઉ પ્રિન્સિપાલ પર દુષ્કર્મનો આરોપ લાગ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. વાયરલ વીડિયોમાં પ્રિન્સિપાલે મહિલાની છેડતી કર્યાનું પણ સ્વીકાર્યું હતું .

 

(9:04 PM IST)