તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 22nd February 2026
મંત્રી કૌશિકભાઈ વેકરિયાના માર્ગદર્શન નીચે અમરેલીમાં કર્મભૂમિ ડેવલપમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા "સશક્ત યુવા અને ભગવદ્દ ગીતા" વિષય ઉપર નેત્ર ચિકિત્સા આયુર્વેદ કોલેજમાં પરિસંવાદ યોજાયો
મુખ્ય વક્તા તરીકે અર્જુન દવેએ ખુબજ રસપ્રદ શૈલીમાં ગીતાના શ્લોકોનું પઠન કરી કોલેજના વિદ્યાર્થી ભાઈ - બહેનોને સમજણ આપી : પ્રશ્નોતરી દરમ્યાન વિધાર્થી ભાઈ - બહેનોના પ્રશ્નોના વક્તા દ્વારા ઉત્તરો આપવામાં આવ્યા

અમરેલી તા.૨૨ : રાજ્ય સરકારના મંત્રી કૌશિકભાઈ વેકરિયા સંસ્થાપિત કર્મભૂમિ ડેવલપમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટ - અમરેલી અને નેત્ર ચિકિત્સા આયુર્વેદ કોલેજના સંયુક્ત ઉપક્રમે "સશક્ત યુવા અને ભગવદ્દ ગીતા" પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત ભગવાન ધનવંતરીની પ્રાર્થનાથી થઈ હતો. અધ્યાપક ભાઈ - બહેનોએ આગંતુકોનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું જ્યારે . ડો. નિશા વેગડાએ શબ્દોથી સ્વાગત કર્યું હતું.
કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે
નગર શ્રેષ્ઠી પી.પી.સોજીત્રા અને ઉદ્યોગપતિ દિનેશભાઈ ભુવા ઉપસ્થિત રહ્યા હતા. કૌશિકભાઇ વેકરીયાના અંગત મદદનીશ ભાવેશભાઇ ભાલીયાઍ પ્રાસંગિક ઉદબોધનમાં ટ્રસ્ટનો પરિચય આપ્યો હતો અને ટ્રસ્ટની સેવાકીય પ્રવૃતિઓ વિશે સૌને માહિતગાર કર્યા હતા. પી.પી.સોજીત્રાએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું અને આવા સુંદર કાર્યક્રમો આપવા બદલ મંત્રી કૌશિકભાઈ વેકરીયાને શુભેચ્છા પાઠવી હતી. કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે અર્જુન દવેએ ખુબજ રસપ્રદ શૈલીમાં ગીતાના શ્લોકોનું પઠન કરી કોલેજના વિદ્યાર્થી ભાઈ - બહેનોને સમજણ આપી હતી. ઉપરાંત જીવનમાં ભગવદ્દ ગીતાનુ મહત્વ સમજાવ્યું હતુ. તેમના વક્તવ્ય બાદ પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. પ્રશ્નોતરી દરમ્યાન વિધાર્થી ભાઈ - બહેનોના પ્રશ્નોના વક્તા દ્વારા સંતોષકારક ઉત્તરો આપવામાં આવ્યા હતા. વિધાર્થી ભાઈ - બહેનોએ પણ ભાગવત ગીતાના શ્લોકોનું પઠન કર્યું હતું. કાર્યક્રમ માટે સુંદર વ્યવસ્થા બદલ કોલેજના સી. ઈ.ઓ. ડો. અર્પણ જાની, પ્રિ. ડો.પ્રશાંત કૃષ્ણન અને તમામ કર્મચારીઓનો ટ્રસ્ટ વતી કાર્યક્રમના સંયોજક મનીષભાઇ સિધ્ધપુરાએ આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા કાર્યક્રમના સહસંયોજક પ્રા.જે.એમ.તળાવિયાએ જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો.નિશા વેગડાએ કર્યું હતું. કોલેજ તરફથી પ્રા.ડો.અશોકને ટ્રસ્ટનો અને આગંતુકોનો આભાર વ્યક્ત કર્યો હતો.
(1:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
