તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 21st February 2026
મન ઉપર વિજય મેળવવાની કલા એટલે યોગ

વર્તમાન સમયમાં તણાવ ચિંતા અને અવસાદ જેવા વિકારો વૈશ્વિક સ્તરે વધી રહ્યા છે ત્યારે પશ્ચિમી મનોવિજ્ઞાનની મર્યાદાઓ સામે ભારતીય અષ્ટાંગયોગ, ત્રિગુણ સિદ્ધાંત અને પંચકોશ મોડલ એક સર્વાંગી માર્ગ પૂરો પાડે છે પતંજલિ ના યોગ સૂત્રો અને ભગવત ગીતાના સિદ્ધાંતો કેવી રીતે માનવીના ચિતનું શુદ્ધિકરણ કરી શકે એમની વિશ્લેષણાત્મક રજૂઆત કરવામાં આવી છે સંશોધન દર્શાવે છે કે પ્રાણાયામ અને ધ્યાન માત્ર માનસિક શાંતિ જ નથી આપતા પરંતુ ન્યુરો પ્લાસ્ટિકસિટી દ્વારા મગજની રચનામાં સકારાત્મક ફેરફારો પણ લાવે છે અંતમાં સાત્વિક જીવનશૈલી અને યોગિક અભ્યાસને આધુનિક શિક્ષણ અને ચિકિત્સા પદ્ધતિ માં સાંકળવાની ભલામણ કરવામાં આવી છે.
આધુનિક મનોવિજ્ઞાન મુખ્યત્વે માનસિક વિકારો અને રોગ તરફ ધ્યાન આપે છે જ્યારે ભારતીય મનોવિજ્ઞાન સુખ અને આંતરિક સંતુલન પર ધ્યાન આપે છે ભારતીય પરંપરા મુજબ મન એ માત્ર મગજની ઙ્કક્રિયા નથી પણ પરંતુ તે ચેતનાનો એક ભાગ છે આધુનિક યુગમાં માનસિક સ્વાસ્થ્ય એ માત્ર રોગોની ગેરહાજરી નથી પરંતુ વ્યક્તિની શારીરિક માનસિક અને આધ્યાત્મિક સુખાકારી છે પヘુિમી મનોવિજ્ઞાન મોટેભાગે વર્તણુક અને મગજના રાસાયણિક ફેરફારો ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે તેની સામે ભારતીય મનોવિજ્ઞાન ચેતના અને આત્માના મનોવિજ્ઞાન ઉપર આધારિત છે ભારતીય મનોવિજ્ઞાન નો ઉદ્દેશ્ય માત્ર રોગોને ભગાડવાનો નથી પણ વ્યક્તિને સ્થિતિઙ્ઘજ્ઞ બનાવવાનું છે વ્યક્તિના જીવનમાં યોગ અને ધ્યાન નો સમાવેશ કરવાથી મનનું પુનઃ નિર્માણ શકય છે.
શ્રીમદ ભગવત ગીતાના બીજા અધ્યાયમાં સ્થિતિપ્રજ્ઞ ના લક્ષણો વર્ણવાયા છે જે આધુનિક કોગનેટિવ બિહેવિયર થેરાપી CBTનું મૂળ છે મોટાભાગના માનસિક રોગો અપેક્ષા અને આશક્તિથી જન્મે છે શ્રીમદ ભાગવત ગીતામાં વર્ણવાયેલો શ્રીકળષ્ણનો નિષ્કામ કર્મનો સિદ્ધાંત એ વ્યક્તિને પરિણામની ચિંતા માંથી મુક્ત કરે છે શ્રીમદ ભગવત ગીતામાં અર્જુન નો પાત્ર એક એવા વ્યક્તિત્વનું પ્રતિનિધિત્વ કરે છે કે જે પેનિક એટેક અથવા નિર્ણય અસમતા નો શિકાર છે ગીતા તેને તર્ક અને જ્ઞાન દ્વારા ફરીથી કાર્યરત કરે છે.
ધ્યાન એ માત્ર આંખો બંધ કરવી જ નહીં પરંતુ મનનું રીવાયરીંગ છે આપણા મગજના આગળના ભાગમાં આવેલું Prefrontal Cortex એ તર્ક અને ધ્યાન માટે જવાબદાર છે એની વધુ સારી ગુણવત્તા એટલે કે જાડાઈ જ્ઞાની વ્યક્તિઓમાં વધારે જોવા મળે છે એનીગડેલા મગજનું આ કેન્દ્ર ધ્યાન દ્વારા સંકોચાય છે જેને કારણે વ્યક્તિ નાની નાની વાતોમાં ભયભીત થવાનું અને ડરવાનું કે ગુસ્સે થવાનું છોડી દે છે ડી એમ એન ઝપ્ફ એ સમયે સક્રિય થાય છે ત્યારે મન નકામા વિચારોમાં ભટકે છે ત્યારે ડી એમ એન ઝપ્ફ સક્રિય બને છે ધ્યાન તેને શાંત કરે છે જેથી મન અશાંત થતું અટકે છે.
યોગ એ માત્ર શારીરિક કસરત નથી પતંજલિ ના અષ્ટાંગ યોગમાં મનનું વિશ્લેષણ છે વિજ્ઞાન કહે છે કે શ્વાસ અને મન એકબીજા સાથે જોડાયેલા છે જ્યારે આપણે ગુસ્સામાં હોઈએ છીએ ત્યારે શ્વાસ ટૂંકા અને ઝડપી હોય છે જ્યારે આપણે મન ફુલિત રહીએ છીએ શાંત હોઈએ છીએ ત્યારે શ્વાસ લાંબા અને ઈંડા હોય છે યોગની ઘણી પદ્ધતિઓ અનુલોમ વિલોમ ખાસ કરીને શ્વાસના ડાબા અને જમણા હિસ્સામાં સંતુલન લાવે છે ભ્રામરી મગજમાં શેરોટોનીન જેવા હેપી હોર્મોન્સ મુક્ત કરે છે જે ચિંતા ને ઘટાડે છે માનવીના મનમાં પડેલા જુના આઘાતો અને નકારાત્મક વિચારોને દૂર કરવાનું કામ ગાઢ નિંદ્રા યોગના સ્વરૂપે કરે છે અનિંદ્રા માટે શ્રેષ્ઠ દવાનો ઈલાજ એ માત્ર યોગ છે મહર્ષિ પતંજલિ યોગસૂત્ર માં મનને શાંત કરવા માટે આઠ સોપાનો આપ્યા છે.
માણસના માનસિક તણાવનું મુખ્યત્વે કારણ આંતરિક સંઘર્ષ છે જ્યારે વ્યક્તિ વધુ જૂઠું બોલે છે કે હિંસક વિચારો કરે છે ત્યારે વ્યક્તિના મનમાં વેચારિક અસંતુલન ઊભું થાય છે યમનું પાલન કરવાથી ગુનાહિત ભાવના ઓછી થાય છે અને આત્મવિશ્વાસનું પ્રમાણ વધે છે આધુનિક યુગની સ્પર્ધા અને સરખામણી ડિપ્રેશન લાવે છે જ્યારે સંતોષ મન ને વર્તમાનમાં રાખે છે.
મનોવિજ્ઞાન મા બોડી માઈન્ડ લીંક ખૂબ જ મહત્વનો છે જ્યારે મન ચિંતામાં હોય છે ત્યારે શરીર અકળાઈ જાય છે જ્યારે મન ચિંતા માંગે છે ત્યારે શરીર જકડાઈ જાય છે આસન કરવાથી વ્યક્તિની સહન શક્તિ માં વધારો થાય છે જે મુશ્કિલ સમયની પરિસ્થિતિમાં વ્યક્તિને તૂટતા બચાવે છે. પ્રાણાયામ લાગણીઓનું નિયમનમાં માનવીના શ્વાસોશ્વાસ એ મનનો અરીસો છે પ્રાણાયામ કરવાથી વેગસ નર્વસ સક્રિય થાય છે હૃદયના ધબકારા અને નર્વસ સિસ્ટમને નિયંત્રિત કરે છે
મોટાભાગના માનસિક રોગો
વધુ પડતી અપેક્ષા અને આસકિતથી જન્મે છે
આલેખન :-
ડો. મનીષા ઍચ. લાખાણી
પોરબંદર ફેમિલી
કોર્ટના કાઉન્સીલર
(2:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
