<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st February 2026

જસદણનાં કનેસરા પાસે મંદિરનાં સેવક-ખેડૂત ઉપર હુમલો કરનાર દિપડો પાંજરામાં કેદ

દિપડો રૂમમાં જતા લોકોએ રૂમનો દરવાજો બંધ કરી દીધો

(વિજય વસાણી દ્વારા)આટકોટ તા.૨૧: જસદણના કનેસરા પાસે આવેલ ઐતિહાસિક જરીયા મહાદેવના મંદિરે દીપડાએ વહેલી સવારે જગ્‍યાના સેવક આરતી કરવા જતા હતા ત્‍યાંરે દીપડો આવવાની સાથે જ સેવક ઉપર હુમલો કરી ગળાના અને છાતીના ભાગે સેવકને ગંભીર ઈજા પહોંચાડી હતી.

સેવક સવાભાઈ લીંબાડીયાએ બુમાબુમ કરતા બાજુની વાડી વાળા ખેડુત કેશાભાઈ બાવળીયા સેવકને બચાવવા જતા દીપડાએ ખેડૂત પર પણ નશગહુમલો કર્યો હતો બંન્નેને ૧૦૮ મારફત જસદણ સિવિલ હોસ્‍પિટલ ખાતે સારવારમા ખસેડવામાં આવ્‍યા હતા જેમા સેવક ને વધુ ઈજા હોય રાજકોટ ખસેડવામાં આવ્‍યા છે.

આ બનાવ બાદ દિપડો રૂમમાં જતો રહેતા લોકોએ રૂમનો દરવાજો બંધ કરી દેતા દિપડો રૂમમા પુરાય ગયો હતો.

ઘટના સ્‍થળે તાત્‍કાલિક ફોરેસ્‍ટ વિભાઞની ટીમ પહોંચી દિપડાને બેભાન કરી પિંજરે પુરવા કાર્યવાહી કરી હતી.

સેવક અને ખેડૂતને જસદણ સિવિલમાં સારવાર આપી રાજકોટ રીફર કરવામાં આવ્‍યા છે.

આ ધટનાની જાણ થતા લોકોના ટોળા જગ્‍યા ઉપર ભેઞા થયા હતા.

(2:53 PM IST)