<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st February 2026

ચાવી વાહનમાં ભૂલી ગયેલ હોઇ તેવા મોટરસાયકલ ચોરી જનાર બગવદર રહેતો પરપ્રાંતિય ઝડપાયોઃ કાલાવાડ, પડધરી, મોરબી, ધ્રોલના ગુન્‍હા ઉકેલાયા

ટોડા ગામે વાહન ચોરીનો ભેદ ઉકેલતી કાલાવાડ પોલીસ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા.૨૧: કાલાવડ ગ્રામ્‍ય પોલીસ સ્‍ટેશનના ટોડા ગામે જુના બસ સ્‍ટેન્‍ડ પાસેથી એક સ્‍પ્‍લેન્‍ડર મો.સા ચોરી કરેલ જે ગુન્‍હો શોધી કાઢવા માટે માહીતી મળેલ કે મો.સા ચોરી કરનાર શકમંદ ઇસમ કાલાવડ-જામનગર હાઇવે રોડ પર ચોરી થયેલ સ્‍પ્‍લેન્‍ડર મો.સા સાથે આવતો હોય જેથી ખંઢેરા ગામ ગોલાઈ પાસે આવેલ શિવકળપા હોટેલ નજીક રોડ પર વોચ તપાસમા રહેતા એક ઇસમ સ્‍પ્‍લેન્‍ડર મો.સા સાથે આવતા તેને રોકી પુછપરછ કરતા મજકુર ઇસમ નાનકો ઉર્ફે દિપક રેમસિંગ બામણીયા વાળાનો ગુન્‍હાહિત ઇતિહાસ અલગ-અલગ જીલ્લાઓમા મોટરસાઇકલ ચોરીના ગુન્‍હાઓ આચરેલ હોય અન જીજે-૧૦-એએસ-૧૪૮૪ વાળા મો.સા.ના મુળ માલિકની ખરાઇ કરતા ગજુભા બહાદુરસિંહ જાડેજા રહે-ટોડા ગામ વાળાનું જણાઇ આવતા વધુ પુછપરછ કરતા સદરહુ મોટર સાઇકલ ટોડા ગામ ખાતે જુના બસ સ્‍ટેન્‍ડ પાસેથી ચોરી કરેલની કબુલાત આપતા સદર મો.સા. કબ્‍જે લઈ આગળની વધુ કાર્યવાહી હાથ ધરેલ છે અને ગુન્‍હાના કામે અટક કરેલ  નાનકો ધંધો ખેતીકામ મજુરી રહે હાલ બગવદર ગામ દિલીપભાઇ લખમણભાઇ ઓડેદરાની વાડીએ મુળ રહે.ઇન્‍દોરસીંગ ચોકી તા.જી. અલીરાજપુર(મધ્‍યપ્રદેશ) નો છે. પકડાયેલ આરોપીનો ગુન્‍હાહિત ઇતિહાસ જોતા પડધરી, મોરબી તાલુકા, ધ્રોલ પો.સ્‍ટેમાં પણ ગુન્‍હા દાખલ છે.

 આ કામગીરી એએસઆઇ ગીરીરાજસિંહ જેઠવા, એચસી નિતેશકુમાર છૈયા, પીસી નિરજકુમાર મુંધવા તથા  ડીઆરઆઇ પીસી પ્રકાશભાઇ બોરીચા દ્વારા કરવામાં આવેલ છે.

મજકુર આરોપી દિવસ દરમ્‍યાન કોઇ પણ મો.સા ચાલક તેમના મો.સા.ની ચાવી મો.સા.મા લગાડેલ રાખી ભુલી ગયેલ હોય તેવા મો.સા. ચોરી કરવાની ટેવ ધરાવે છે.(

(1:43 PM IST)