તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 21st February 2026
બાળકને માતા તરફથી મળેલી અને પરિવારમાં બોલાતી ભાષા એટલે ‘‘માતૃભાષા''
આજે ૨૧ ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ... : જે ભાષામાં વિચારવાનું લાગણીઓ અનુભવવાનું તેમજ લાગણીઓ અને વિચારો પ્રદર્શિત કરવાનું બાળક શીખ્યુ તે ભાષા એટલે માતૃભાષા : ભારતમાં ભાષાવાર બોલનારા લોકોના સંખ્યાની દ્રષ્ટીએ ‘‘ગુજરાતી'' ભાષા છઠ્ઠા ક્રમે સોૈથી વધુ બોલાતી ભાષા

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા.૨૧: સરસ્વતી સ્કૂલના સંચાલક પ્રદિપભાઈ ખીમાણી, જગદીશભાઈ ખીમાણી, નરેશભાઈ ખીમાણી તથા ડો. રઘુભાઈ ખીમાણી એ જણાવેલ છે કે ૧૯૯૯ના નવેમ્બર માસમાં યુનેસ્કો દ્વારા ભાષા અને સંસ્કળત્તિની વિવિધતાને સન્માન આપવા તથા બહુભાષાવાદને પ્રોત્સાહન આપવા દર વર્ષે ૨૧ ફેબ્રુઆરીના દિવસને ‘‘વિશ્વ માતૃભાષા દિવસ''તરીકે ઉજવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. માતૃભાષા દિવસની ઉજવણી બાબતે વધુ વિગત આપતા સરસ્વતી સ્કૂલના સંચાલકોએ જણાવ્યું હતું કેઃ માતૃભાષાનો અર્થ શું છે? ‘‘બાળકને માતા તરફથી મળેલી ભાષા, પરિવારમાં બોલાતી ભાષા એટલે માતૃભાષા. જે ભાષામાં વિચારવાનું, લાગણીઓ અનુભવવાનું તેમજ લાગણીઓ અને વિચારો પ્રદર્શિત કરવાનું બાળક શીખ્યું તે ભાષા એટલે માતળભાષા.''
૧૯૫૨માં ભાષા આંદોલન વખતે માર્યા ગયેલા વિદ્યાર્થીઓની યાદમાં યુનેસ્કોએ ૧૯૯૯ ના નવેમ્બર માસમાં તા.૨૧ ફેબ્રુઆરીને માતૃભાષા દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી ત્યારબાદ ઈ.સ. ૨૦૦૦ થી દર વર્ષે ૨૧ ફેબ્રુઆરીને માતૃભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારત અને પાકિસ્તાનના વિભાજન પછી ૧૯૪૮ માં પાકિસ્તાન સરકારે ઉર્દૂને રાષ્ટ્રભાષાનો દરજજો આપ્યો તે વખતે પૂર્વ પાકિસ્તાન(હાલનું બાંગ્લાદેશ)માં તેનો વિરોધ થયો હતો.
૨૧ ફેબ્રુઆરી ૧૯૫રમાં ઢાકા યુનિર્સિટીના વિદ્યાર્થીઓ અને અન્ય સામાજીક સંગઠનોએ વિરોધ દેખાવો કર્યા. પોલીસે દેખાવકારો પર ગોળીબાર કરતા ચાર વિદ્યાર્થીઓના મળત્યુ થયા. ત્યારબાદ ૧૯૫૬માં બાંગ્લા ભાષાને પાકિસ્તાનમાં સતાવાર ભાષાનો દરજજો મળ્યો.
વિશ્વમાં હાલમાં ૧૮૦૦ ભાષા બોલાય છે જો કે તેમાંથી અડધો અડધ વચની કદત ૬૩ ભાષાનો જ ઉપયોગ કરે છે. ૨૪૦૦ જેટલી ભાષા નામશેષ થવાને આરે છે. વિશ્વમાં બોલાતી ભાષાના ૬૦% જેટલી ભાષા બોલનારની સંખ્યા ૧ લાખ થી પણ ઓછી છે. ૩૫૦ જેટલી ભાષા તો એવી છે કે તેને બોલનારની સંખ્યા ૫૦ કરતા પણ ઓછી છે.
ભારતમાં ૭૮% લોકો હિન્દી બોલે છે. ૬૪ કરોડ લોકોની માતળભાષા હિન્દી છે. વર્ષ ૨૦૧૫માં થયેલ સંશોધન મુજબ હિન્દી વિશ્વમાં સૌથી વધુ સંખ્યામાં બોલાતી ભાષા બની છે. વિશ્વમાં ૧૩૦ કરોડ લોકો હિન્દી બોલે છે. ચીનની મંહારિન ભાષા ૧૦૦ કરોડ લોકો બોલે છે. ૫૧ કરોડ લોકો અંગ્રેજી બોલે છે જયારે ૩૮ કરોડ લોકો સ્પેનિશ બોલે છે.
કમ્બોડીયન ભાષામાં સૌથી વધુ ૭૪ અભર છે જયારે રોટોકાસ દેશની પાપુઅન ભાષામાં સૌથી (ઓછા ફકત ૧૧ અક્ષર છે. ઈંગ્લીશ ભાષામાં સૌથી વધુ અઢી લાખ શબ્દો છે. પાપુઆ ન્યુ ગીનીઆ એક નાનકડો દેશ છે પરંતુ આ દેશમાં સૌથી વધુ ૮૪૦ ભાષાઓ બોલાય છે. ભારતમાં ભાષાવાર બોલનાર લોકોની સંખ્યાની દ્રષ્ટિએ ગુજરાતી ભાષા છઠ્ઠા ક્રમે સૌથી વધુ બોલાતી ભાષા છે?
બંધારણના પ્રારંભિક સ્વરૂપમાં, આઠમી અનુસૂચિમાં ૧૪ ભાષાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.સમયની સાથે, તેમાં નીચેની ભાષાઓ ઉમેરવામાં આવી ૧૯૬૭: સિંધી ૧૯૯૨: કોંકણી, નેપાળી અને મણિપુરી ૨૦૦૩: બોડો, ડોગરી, મૈથિલી અને સંથાલી
આજે જૂનાગઢની જાણીતી શૈક્ષણિક સંસ્થા સરસ્વતી સ્કુલમાં માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તેમ સરસ્વતી સ્કૂલના સંચાલકો પ્રદિપભાઈ ખીમાણી, જગદીશભાઈ ખીમાણી, નરેશભાઈ ખીમાણી ડો. રઘુભાઈ ખીમાણી તથા ગોપીબેન ખીમાણીએ જણાવ્યું છે.
: સંકલન :
પ્રદિપભાઇ ખીમાણી
જૂનાગઢ મો. ૯૪૨૬૭ ૧૭૦૦૦
(1:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
