News of Saturday, 21st February 2026
જૂનાગઢ જિલ્લાના ૨૦ PSIની આંતરિક બદલીઓ
જૂનાગઢ શહેરના એ, બી ડિવિઝન અને તાલુકા પોલીસમાં ફેરફાર

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૨૧: જૂનાગઢ જિલ્લાના પોલીસ વિભાગમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી જિલ્લાના અલગપ્રઅલગ પોલીસ સ્ટેશનોમાં ફરજ બજાવતા ૨૦ જેટલા પોલીસ સબ ઇન્સ્પેક્ટરની આંતરિક બદલીઓના આદેશ જાહેર કર્યા છે.
આ ફેરફારમાં મુખ્યત્વે જૂનાગઢ શહેરના એ અને બી ડિવિઝન તેમજ તાલુકા પોલીસ સ્ટેશનનો સમાવેશ થાય છે.
જેમાં વી.એલ. લખધીરને એ ડિવિઝનથી મેંદરડા ખસેડાયા છે. પી.એ. જામંગ અને કે.એમ. વાઢેર સહિતના અધિકારીઓને લીવ રિઝર્વ (કંટ્રોલ રૂમ) અને કેશોદ ખાતે નિયુક્તિ અપાઈ છે. પી.બી. સોલંકીને એ ડિવિઝન અને એમ.એચ. હીરપરાને બી ડિવિઝનમાં મૂકવામાં આવ્યા છે.
આ ઉપરાંત માંગરોળ, ચોરવાડ, વિસાવદર અને બાંટવા જેવા વિસ્તારોમાં પણ નવા અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. પોલીસ બેડામાં થયેલા આ વ્યાપક ફેરફારથી વહીવટી તંત્રમાં ગતિશીલતા લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ બદલીઓમાં રીડર ટુ વિ.પો.અધિ. જેવી મહત્વની જગ્યાઓ પર પણ નવી નિમણૂકો કરવામાં આવી છે.
(12:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
