તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 21st February 2026
સાયલા પાસેથી લાકડાની આડમાં જેતપુર લઇ જવાતો દારૂનો જથ્થો જપ્ત
સુરેન્દ્રનગર એલસીબીએ ૩૯ લાખનો દારૂ ટ્રક સહિત ૪૯.૧૯ લાખના મુદામાલ સાથે જુનાગઢના ર શખ્સોને ઝડપી લીધાઃ ૪ સામે ગુન્હો

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ર૧: સુરેન્દ્રનગર જિલ્લાની લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ સાયલા તાલુકાના સામતપર ટોલનાકા પાસેથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. લાકડાની આડમાં છુપાવીને લઈ જવાતો રૂપિયા ૩૯,૦૯,૫૦૪ની કિંમતનો દારૂ અને અન્ય મુદ્દામાલ મળી કુલ રૂપિયા ૪૯,૧૯,૫૦૪નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.આગામી હોળી-ધૂળેટીના તહેવારોને ધ્યાનમાં રાખીને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS) એ જિલ્લામાં પ્રોહીબિશન અને જુગારની ગેરકાયદેસર પ્રવળત્તિઓ પર અંકુશ લાવવા માટે વિશેષ ડ્રાઇવનું આયોજન કર્યું હતું. આ અંતર્ગત LCB ને હાઇવે અને સીમ વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ કરવા સૂચના આપવામાં આવી હતી.
LCB પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. જાડેજા, પો.સબ.ઇન્સ. જે.વાય. પઠાણ અને પેરોલ ફર્લો સ્ક્વોડના ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ. એન.એ. રાયમાની ટીમોએ પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરી હતી. સાયલા તાલુકાના સામતપર ગામ પાસે આવેલા નવા ટોલનાકા પાસેથી પસાર થઈ રહેલી ટાટા કંપનીની ટ્રકને રોકવામાં આવી હતી.
ટ્રકની તલાશી લેતા તેમાં લાકડાની આડમાં છુપાવેલો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં નાની-મોટી કુલ ૩૮૧૬ બોટલો હતી, જેની કિંમત રૂપિયા ૩૯,૦૯,૫૦૪ આંકવામાં આવી છે. દારૂ ઉપરાંત ૧૨૦ મણ લાકડા, રૂપિયા ૧૦,૦૦,૦૦૦ની કિંમતની ટ્રક અને રૂપિયા ૧૦,૦૦૦નો એક મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે કુલ રૂપિયા ૪૯,૧૯,૫૦૪નો મુદ્દામાલ કબજે કરી ટ્રક ચાલક આરીફભાઈ મુસાભાઈ લાખા (રહે.ગડુ, માળીયા હાટીના, જૂનાગઢ)ની ધરપકડ કરી છે.
આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓમાં ઉમરભાઈ જુસબભાઈ લાખા (રહે. જામવાળી, માંગરોળ, જૂનાગઢ), હરિયાણા ખાતેથી દારૂનો જથ્થો ટ્રકમાં ભરી આપનાર વ્યક્તિ અને દારૂનો જથ્થો મંગાવનાર વ્યક્તિનો સમાવેશ થાય છે. સાયલા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન ધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.
આ કામગીરીમાં LCB સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. જાડેજા, પો.સબ.ઇન્સ. જે.વાય. પઠાણ તથા સ્ટાફના અજયવીરસિંહ ઝાલા, દેવરાજભાઈ જોગરાજીયા, વજાભાઇ સાનીયા, કળણાલસિંહ ઝાલા, મેહુલભાઇ મકવાણા અને વિજયસિંહ રાઓલ સહિતનો સ્ટાફ જોડાયો હતો.
(11:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
