તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 21st February 2026
કુવાડવા નજીક વાદીપરામાં ઘર પાસેથી નીકળવા પ્રશ્ને યુવાન, તેના પિતા પર તલવારથી હુમલો
મુન્નાનાથને અગાઉ છોકરી એક સાથે પ્રેમ હોઇ તે બાબતનો ખાર રખાયાનો પણ આક્ષેપઃ એરપોર્ટ પોલીસે તપાસ હાથ ધરી

રાજકોટ તા. ૨૧: કુવાડવા નજીક વાદીપરામાં રહેતાં મુન્નાનાથ રાણીનાથ મેર (ઉ.૨૦) તથા તેના પિતા રાણીનાથ રૂપનાથ મેર (ઉ.૭૦) પર ગામમાં જ રહેતાં જાગુનાથ, દેવનાથ સહિતનાએ હુમલો કરી ઢીકાપાટુનો માર મારી તલવારથી ઘાયલ કરતાં બંનેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે એરપોર્ટ પોલીસને જાણ કરી હતી.
મુન્નાનાથે કહ્યું હતું કે હું ઘરેથી મોટરસાઇકલ હંકારીને બહાર જતો હતો ત્યારે દેવનાથના ઘર પાસેથી જ રસ્તો નીકળતો હોઇ ત્યાંથી પસાર થતાં તેના સહિતનાએ મને આંતરી અહિથી તું શું કામ નીકળે છે? કહી ગાળો દઇ ધમકાવી તલવારથી હુમલો કર્યો હતો. આ ઝઘડાની જાણ થતાં તેના પિતા રાણીનાથ બચાવવા વચ્ચે પડતાં તેને પણ તલવાર ઝીંકી દેવાઇ હતી. બંનેને લોહીલુહાણ હાલતમાં રાજકોટ ખસેડાયા હતાં. મુન્નાનાથે આક્ષેપ કર્યો હતો કે એક છોકરી સાથે તેને અગાઉ પ્રેમ હતો તેના કારણે પણ દેવનાથ સાથે મનદુઃખ હતું. એરપોર્ટ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
(1:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
