<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st February 2026

કચ્છ ભાજપ યુવા મોરચા દ્વારા રાહુલ ગાંધીના પૂતળાનું દહન : એઆઈ સમિટમાં કોંગ્રેસના વિરોધને પગલે ભાજપનો વળતો જવાબ

વિશ્વફલક પર ભારતની છબી ખરડવાનો જે હિન, મલિન પ્રયાસ કરીને તેમની દેશ વિરોધી માનસિકતા ફરી એક વેળાએ છતી કરી છે જે ખરેખર અત્યંત દુઃખદ અને શરમજનક : ભાજપ આગેવાનોનો અક્રોશ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૧ :  દિલ્હી ખાતે ભારત સરકાર દ્વારા આયોજીત આંતરાષ્ટ્રીય લેવલની અને અત્યંત સુપ્રતિષ્ઠિત એવી AI સમિટમાં રાહુલ ગાંધીના પ્રત્યક્ષ દોરીસંચાર હેઠળ કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા વિઘ્નો ઉભા કરીને આ સમિટની ગરીમા અને ગંભીરતાનું સરેઆમ હનન કરીને વિશ્વભરના માંધાતાઓ જ્યારે ઉપસ્થિત હતા ત્યારે વિશ્વફલક પર ભારતની છબી ખરડવાનો જે હિન, મલિન પ્રયાસ કરીને તેમની દેશ વિરોધી માનસિકતા ફરી એક વેળાએ છતી કરી છે જે ખરેખર અત્યંત દુઃખદ અને શરમજનક હોઈ કચ્છ જીલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા જીલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદના માર્ગદર્શન હેઠળ રાહુલ ગાંધીના આવા બાલિશ કૃત્યનો વિરોધ કરવા શહેરની મધ્યમાં જ્યુબીલી ગ્રાઉન્ડ ખાતે તેમનું પુતળા દહન કરવામાં આવ્યું હતું.

આ પૂતળા દહન કાર્યક્રમમાં જિલ્લા ભાજપ મહામંત્રી હિતેશભાઈ ખંડોર, ભીમજીભાઇ જોધાણી, ઉપાધ્યક્ષ અશોકભાઈ હાથી, પ્રફુલસિંહ જાડેજા, આશિકાબેન ભટ્ટ, ભુજ શહેર ભાજપ અધ્યક્ષ મીતભાઈ ઠક્કર, ભુજ નગરપાલિકા પ્રમુખ રશ્મિબેન સોલંકી, કચ્છ જિલ્લા ભાજપ યુવા મોરચા અધ્યક્ષ રામભાઈ ગઢવી, જિલ્લા ભાજપના અન્ય મોરચા પ્રમુખો પારૂલબેન કારા, હિતેશભાઈ પાંચાણી, રવિભાઈ ગરવા સહિતના અગ્રણીઓ અને કાર્યકરો બહોળી સંખ્યામાં જોડાયા હોવાનું કચ્છ જિલ્લા ભાજપ મીડિયા ઇન્ચાર્જ સાત્વિકદાન ગઢવીની યાદીમાં જણાવાયું હતું.

(9:40 AM IST)