<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st February 2026

માળિયાના સોનગઢ ગામની સીમમાં વીજપોલ પરથી પડી જતા યુવાનનું મોત.

ઓમ કન્સ્ટ્રકશન સાઈટ પર નવ બની રહેલા વીજપોલ પર ચડી કામ કરતા હતા ત્યારે કોઈ કારણોસર ૨૫ થી ૩૦ ફૂટ ઉંચાઈથી નીચે પડી જતા યુવાનનું મોત

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : સોનગઢ ગામની સીમમાં સાઈટ પર વીજપોલ પરથી નીચે પડી જતા ૨૧ વર્ષીય યુવાનનું મોત થયું છે માળિયા (મી.) પોલીસે બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે.

     મૂળ બિહારના વતની હાલ માળિયા તાલુકાના સોનગઢ ગામની સીમમાં રહેતા રંજનકુમાર મદન મહેતા (ઉ.વ.૨૧) નામના યુવાન સોનગઢ ગામની સીમમાં ઓમ કન્સ્ટ્રકશન સાઈટ પર નવ બની રહેલા વીજપોલ પર ચડી કામ કરી રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર ૨૫ થી ૩૦ ફૂટ ઉંચાઈથી નીચે પડી જતા યુવાનનું મોત થયું હતું પોલીસે બનાવ મામલે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(1:16 AM IST)