<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st February 2026

મોરબીના લખધીરપુર રોડ પર લૂંટના બનાવમાં સપ્તાહ બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ.

એરગન જેવું હથિયાર દેખાડી સોનાનો ચેન અને રોકડ રૂ ૫૦૦૦ તેમજ મોબાઈલ સહીત ૧.૬૦ લાખની લૂંટ

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : લખધીરપુર રોડ પર ગત તા. ૧૩ ના રોજ સાંજના સુમારે બાઈક ચાલક યુવાનને ઉભો રખાવી ડરાવી ધમકાવી બાઈકમાં આવેલ બે અજાણ્યા શખ્શોએ એરગન જેવું હથિયાર દેખાડી સોનાનો ચેન અને રોકડ રૂ ૫૦૦૦ તેમજ મોબાઈલ સહીત ૧.૬૦ લાખની લૂંટ કરવામાં આવી હતી જે લૂંટના ગુના મામલે બહાદુર પોલીસે છ દિવસ બાદ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

      મોરબીના લખધીરપુર ગામે રહેતા માવજીભાઈ ભીમજીભાઈ જાદવ (ઉ.વ.૪૬) વાળાએ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૩ ણ રોજ સાંજના સાડા પાંચેક વાગ્યે ફરિયાદી લખધીરપુર ગામથી પાનેલી જવાના રસ્તે બાઈક જીજે ૩૬ એએચ ૯૨૩૬ લઈને જતા હતા ત્યારે બાઈકમાં આવેલ બે અજાણ્યા ઇસમોએ બાઈક ઉભું રખાવી કપાળે એરગન (બંદુક) જેવું હથિયાર રાખી ડરાવી ધમકાવી ગળામાં પહેરેલ સોનાનો દોઢ તોલા ચેન કીમત રૂ ૧.૫૦ લાખ તેમજ રોકડ રૂ ૫૦૦૦ અને મોબાઈલ કીમત રૂ ૫૦૦૦ સહીત કુલ રૂ ૧.૬૦ લાખની લૂંટ ચલાવી નાસી ગયા હતા
   મોરબીની બહાદુર પોલીસે લૂંટનો ગુનો બન્યાના છ દિવસ બાદ તા. ૧૯ ફેબ્રુઆરીના રાત્રીના ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે ત્યારે આરોપી પકડાઈ ગયા બાદ શું ફરિયાદ લેવામાં આવી છે કે તેવા સવાલો ઉઠી રહ્યા છે આરોપી પકડી બાદમાં ફરિયાદ નોંધી વાહવાહી લૂંટવામાં આવતી હોવાના આક્ષેપો અવારનવાર મોરબી પોલીસ સામે થતા રહ્યા છે.

(12:06 AM IST)