તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 20th February 2026
મોરબી જીલ્લામાં આમ આદમી પાર્ટી છોડીને મહિલા આગેવાનો કોંગ્રેસમાં જોડાયા
મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા નારી શક્તિ કાર્યક્રમ:આમ આદમી પાર્ટીના મહિલા પાંખના જિલ્લા ઉપપ્રમુખ વર્ષાબેન લીંબડ તથા હરપ્રીતકૌર ઓલક તથા તેઓની સાથે આમ આદમી પાર્ટીના બહેનોએ કોંગ્રેસનો ખેસ પહેર્યો

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા નારી શક્તિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં મહિલા કોંગ્રેસના ગુજરાત પ્રદેશ સમિતિના મહામંત્રી કલ્પનાબેન જોષી તથા શોભનાબેન ભાવસાર હાજર રહ્યા હતા તેઓની સાથે મોરબી જિલ્લા મહિલા પ્રમુખ દમયંતીબેન નિરંજની, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરભાઇ ચિખલિયા, મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, યુવા કોંગ્રેસના પ્રમુખ વશીમભાઇ મંસુરી સહિતના હોદેદારો હાજર રહ્યા હતા અને ત્યારે આમ આદમી પાર્ટીના મહિલા આગેવાનોએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. આમ આદમી પાર્ટીના મહિલા પાંખના જિલ્લા ઉપપ્રમુખ વર્ષાબેન લીંબડ તથા હરપ્રીતકૌર ઓલક તથા તેઓની સાથે આમ આદમી પાર્ટીના બહેનો અને અન્ય બહેનો પણ કોંગ્રેસમાં જોડાયા હતા
(11:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
