તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 20th February 2026
SGFI દ્વારા સ્કૂલ નેશનલ કરાટે ટુર્નામેન્ટમાં બોયઝ ટીમ કોચ તરીકે અક્ષય બાંભણીયા અને ગર્લ્સ ટીમ કોચ તરીકે જીલ મકવાણાની નિમણૂક
U17 અને U19 ગુજરાત ટીમને 3 બ્રોંઝ મેડલ અને 2 સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યા હતા

જામનગરના SGFI એ ભારતની એક સંસ્થા છે જે શાળા સ્તરની રમતોનું આયોજન કરે છે. તેમાં વિવિધ શાળાઓ ભાગ લે છે. SGFI હેઠળ દર વર્ષે SCHOOL NATIONAL KARATE CHAMPIONSHIP થાય છે. જેમાં અલગ અલગ રાજ્યોના ખેલાડીઓ ભાગ લે છે.
તાજેતરમાં યોજાયેલી SGFI U17 અને U19 ની નેશનલ કરાટે ટુર્નામેન્ટ મા જામનગર ના LION'S KARATE CLUB ના કોચ ગુજરાત ટીમ સાથે ટીમ મેનેજર જીલ મકવાણા અને ટીમ કોચ તરીકે અક્ષય બાંભણીયા ગયા હતા.
SGFI સ્ટેટમાં જે સ્ટુડન્ટ ને ગોલ્ડ મેડલ આવ્યા હોય તેના માટે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત એક પ્રિ નેશનલ કેમ્પ નું આયોજન કરે છે. જેના માટે ગુજરાત ના બે કોચ ની નિમણૂક કરવામાં આવે છે. જેમાં પણ LION'S KARATE CLUB ના એક બોયઝ ટીમ કોચ તરીકે અક્ષય બાંભણીયા અને ગર્લ્સ ટીમ કોચ તરીકે જીલ મકવાણાની નિમણૂક કરવામાં આવી હતી. જે જામનગર અને સૌરાષ્ટ્ર ની ઇતિહાસમાં પ્રથમ વખત બન્યું હતું.
U17 અને U19 ગુજરાત ટીમને 3 બ્રોંઝ મેડલ અને 2 સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યા જે ગુજરાત માટે ગૌરવ ની વાત છે.
(8:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
