તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 20th February 2026
ફુલડોલ ઉત્સવના સુચારુ આયોજન અંગે પ્રાંત અધિકારી કે.કે. કરમટાની અધ્યક્ષતામાં બેઠક સેવા કૅમ્પોના સંચાલકો સાથે બેઠક યોજાઇ
સેવા કેમ્પમાં સ્વચ્છતા જાળવવા અને પ્લાસ્ટિકના ઉપયોગ ટાળવા વહીવટી તંત્ર દ્વારા કરાયો અનુરોધ

દ્વારકાધીશ મંદિર: દ્વારકા ખાતે હોળીના તહેવાર દરમિયાન ફૂલડોલ ઉત્સવની ઉજવણી કરવામાં આવશે. જેના પરિણામે સમગ્ર રાજ્યમાંથી બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દ્વારકા ખાતે પગપાળા પધારતા હોય છે ત્યારે યાત્રીઓની સેવા માટે વિવિધ સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પોનું આયોજન કરવામાં આવે છે. જેના અનુસંધાને આજરોજ પ્રાંત કચેરી ખંભાળિયા ખાતે પ્રાંત અધિકારી કે.કે.કરમટાની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી.
જેમાં હોળીના તહેવાર પર બહોળી સંખ્યામાં પધારતા પદયાત્રિકો માટે હાઇવે પર માર્ગ સલામતી અને સ્વચ્છતાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. તેમજ સેવા કૅમ્પોના સંચાલકોને કેમ્પ દરમ્યાન સ્વચ્છતા જાળવવા તેમજ ઉત્સવ પૂર્ણ થયા બાદ પણ સ્વચ્છતા જાળવવા અને સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ ટાળવા માટે તેમજ ટ્રાફિક નિયમન જાળવવા પણ વહીવટી તંત્ર દ્વારા ખાસ અનુરોધ કરવામાં આવ્યો હતો.
આ બેઠકમાં નાયબ પોલીસ અધિક્ષક વિસ્મય માનસેતા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી પૃથ્વીરાજસિંહ ગોહિલ, મામલતદાર યશપાલ ગઢવી, તાલુકા વિકાસ અધિકારી એન.એલ.બેડીયાવદરા તેમજ સંલગ્ન વિભાગના અધિકારીઓ તથા સેવા કેમ્પોના સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા.
(8:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
