News of Thursday, 19th February 2026
ભાવનગરના ખેડૂતવાસમાં બે જૂથ વચ્ચે અથડામણ :સામસામે પથ્થરમારો થતા પોલીસ કાફલો પહોંચ્યો
સમગ્ર ઘટનામાં સામસામે ગુનો નોંધાયો: પોલીસે પથ્થરમારો કરનારની અટકાયત કરીને વધુ પૂછપરછ શરૂ

ભાવનગરમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ છે અને ખેડૂતવાસમાં બે જૂથ વચ્ચે મારામારી થઈ હોવાની વાત સામે આવી છે, નજીવી બાબતે મારામારી થઈ હોવાની વાત સામે આવી છે. ભાવનગરના ખેડૂતવાસમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ હોવાની વાત સામે આવી છે, અને સામસામે પથ્થરમારો થતા પોલીસ પણ દોડતી થઈ હતી, સમગ્ર ઘટનામાં સામસામે ગુનો નોંધાયો છે અને તપાસ શરૂ કરાઈ છે. પોલીસે પથ્થરમારો કરનારની અટકાયત કરીને વધુ પૂછપરછ શરૂ કરી છે.
પથ્થરમારનો વીડિયો પણ વાયરલ થયો છે, નજીવી બાબતે પથ્થરમારો થયો છે અને ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા છે, તો ઘોઘારોડ પોલીસ મથકમાં બન્ને પક્ષે સામસામે ફરિયાદ નોંધાઈ છે, પોલીસે એ દિશામાં તપાસ શરૂ કરી છે કે, આટલા બધા પથ્થર એક સાથે કયાંથી આવ્યા, શું પથ્થરમારો કરવાનો પ્લાન પહેલેથી જ હતો કે શું ! ત્યારે સમગ્ર ઘટનમાં હાલ પોલીસની એક ટીમ સ્થળ પર છે.
(1:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
