તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 19th February 2026
જામજોધપુર પંથકમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણી લડવા રાજકીય નેતામાં વધતો થનગનાટ ભાજપ તેની ફોર્મુલ્યા મુજબ ટીકીટ ફાળવણી કરશે તો મોટા માથાની ટીકીટો કપાશે ?
મોટી ગોપ જીલ્લા પંચાયત બેઠકપર ભાજપ અગ્રણી હરેશભાઈ બારીયા તેમજ ગીંગણી જીલ્લા પંચાયત મહિલા બક્ષીપંચ અનામત બેઠક પર હરેશ ભાઈ બારીયાના ધર્મપત્ની ગૌરીબેન બારીયાનું નામ ચર્ચામાં આવતા રાજકારણ ગરમાયું

(ઝીલ વ્યાસ દ્વારા) જામજોધપુર, તા.૧૯: ગુજરાત માં સ્થાનિક સ્વરાજ્ય ની ચુંટણી ના બ્યુગલ ફુંકાવાને એકાદ બે મહિના ની વાર છે ત્યારે જિલ્લા તાલુકા પંચાયત ની બેઠકો લડવા ભાજપ કોંગ્રસ આમ આદમી પાર્ટીમાંમાં અનેક ઉમેદવારો ને ચુંટણી લડવાથનગનાટ થઈ રહ્યો છે ત્યારે ચુંટણી લડવા ઇચ્છુક ઉમેદવારો ટીકીટ મેળવવા રાજકીય ગોડ ફાધર નો સહારો લેવામાં આવી રહયો છે ત્યારે હાલના આમ આદમી પાર્ટીનાનાધારાસભ્યના ગઢ ગણાતી મોટી ગોપ જીલ્લા પંચાયત બેઠક ઉપર જબ દસ્ત ફાઈટ થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે આ સીટ ઉપર ધારાસભા થી વિશેષ ચુંટણી જંગ જેવો માહોલ જામશે હાલ આ સીટ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ના કબજામાં છે ત્યારે આ વખતે ભાજપ આ સીટ ઉપર નવો દાવ ખેલી સમગ્ર વિસ્તારમાં વર્ચસ્વ ધરાવતા રાજકારણ ના જુના જોગી ગણાતા પરિવારનાઆહિર યુવા અગ્રણી હરેશ ભાઈ બારિયાને ચુંટણી જંગમાં ઉતારવા ગંભીરતાથી વિચારી રહ્યું છે કેમકે ધારાસભ્ય નાગઢમાં ભાજપમાંથી ફાઇટ આપી શકે તેવા હરેશભાઈ બારીયા એકમાત્ર ઉમેદવાર હોવાનું ચર્ચાઈ રહેલ છે.
આ સીટ ઉપર ધારાસભ્ય હેમતભાઈ ખવા પરિવાર માંથી અથવા તેમના કોઈ જુથના જ અંગત વિશ્વાસુ કાર્યકર્તા ચુંટણી લડે તેવી શકયતા ચર્ચાઈ રહી છે કોંગ્રસ માંથી ગત વખતના ઉમેદવાર સંભવિતરીપીટ થઈ શકે આમ મોટી ગોપ જીલ્લા પંચાયત બેઠક ઉપર ચૂંટણી નો મુખ્ય જંગ ખવા પરિવાર અને બારીયા પરિવાર વચ્ચે જ જામશે તેવી શકયતા રાજકીય પંડિતોની નજરે દેખાઇ રહી છે કેમ કે આ બેઠક ઉપરજો ધારા સભ્ય પરિવારના કોઈપણ વ્યકિત ચુંટણી ના લડે અને તેમના જુથના જ કોઈ અંગત વિશ્વાસુ કાર્ય કરને લડાવે તો ધારાસભ્ય હેમતભાઈ ખવા પોતે લડતા હોય તેવી જ રીતે પોતાની ઙ્કતિષ્ઠા દાવ પર લગાવી આસીટ ઉપર તેમના વિશ્વાસુ સાથીદારને જીતાડવા અને પોતાનો ગઢ જાળવી રાખવા એડી ચોટીનું જોર લગાડી તન મન થી પુરેપુરી મહેનત કરશે જયારે ગીંગણી જીલ્લા. પંચાયત બેઠક બક્ષીપંચ મહિલાઅનામત હોય આ બેઠક ઉપર વિશ્વ હિન્દુ પરિષદ ના પ્રમુખ ભાજપ આગેવાન આહિર અગ્રણી હરેશભાઈ બારીયા ના ધર્મપત્ની ગૌરીબેન બારીયા પણ આ બેઠક ઉપરથી ચુંટણી લડી અને જીતી શકે તેવા સંજોગો દેખાય છે જ્યારે સતાપર જીલ્લા પંચાયત બેઠક પર ભાજપ માંથી પૂજાબેન જેઠાભાઈ મોરી મજબૂત રીતે દાવેદારી નોંધાવશે તેમનું આ વિસ્તાર જબરૂ વર્ચસ્વ હોય તેમનું ઉમેદવાર તરીકે નામ પણ ફાઈનલ જેવુ હોવાનું સુત્રોમાં ચર્ચાય રહેલ છે.ત્યારે ભારતીય જનતા પાર્ટી માં યુવા ચહેરાને તકઆપી ત્રણવાર લડેલાને તેમજ ૬૦ વર્ષથી ઉપરના ને ટિક્ીટ ના આપવા ની ફોર્મુલ્યા ની જામ જોધપુર માં નગર પાલિકા વખતે ની ચુંટણીમાં કડક રીતે અમલવારી કરી હતી.
તે જરીતે તાલુકા જીલ્લા પંચાયતની ચુંટણીમાં ભાજપ તેમની ફોર્મુલ્યાની કડક અમલવારી કરે તો તો મોટા માથા ની ટીકીટ કપાવવાની શકયતા રહે ઉપરાંત દશ વરસ થયા સ્પષ્ટ બહુમતિથીજામ જોધપુરતાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટી મેળવી શકતી નથી જો ભાજપ ફાર્મુલ્યા મુજબ ટીકીટ ફાળવી સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી લડેતો મહંદઅંશે ભાજપ ને ફાયદો થવાની શકયતા છે જો કે છાપેલ કાટલા જેવા એકને એક ચહેરાથી પ્રજા પણ બોર થઈ ચુકી હોવાનું વાતાવરણ જામજોધપુર પંથક માં ઉપસી રહ્યું છે.
(1:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
