News of Thursday, 19th February 2026
વિંછીયાના ગોરૈયામાં મોટા ભાઇના મૃત્યુના બે મહિના બાદ ૧૬ વર્ષની શિવાનીનું મોત
સગીરાને કફ ભરાઇ ગયો હોઇ સારવાર ચાલુ હતીઃ બેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ પણ દમ તોડી દીધોઃ પરિવારમાં શોકની કાલીમા

રાજકોટ તા. ૧૯: વિંછીયાના ગોરૈયા ગામે એક પરિવારે બે મહિના પહેલા દિકરો ગુમાવ્યા બાદ હવે સોળ વર્ષની દિકરીનું મોત થતાં કલ્પાંત સર્જાયો છે. સોળ વર્ષની બાળા ઘરે બેભાન થઇ જતાં સારવાર માટે રાજકોટ ખસેડાઇ હતી. પરંતુ અહિ મૃત્યુ થયું હતું.
જાણવા મળ્યા મુજબ ગોરૈયા ગામે રહેતી શિવાની મોહનભાઇ વાઘેલા (ઉ.વ.૧૬) મોડી રાતે બેભાન થઇ જતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ સવારે મૃત્યુ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે વિંછીયા પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર શિવાની બે બહેન અને એક ભાઇમાં વચેટ હતી. પરિવારજનોના કહેવા મુજબ બે મહિના પહેલા જ શિવાનીના મોટા ભાઇ નિતીનનું મૃત્યુ થયું હતું. તેને બિમારી હોઇ બેભાન થઇ ગયા બાદ દમ તોડી દીધો હતો.
શિવાનીને પણ કફ ભરાઇ ગયો હોઇ તેની દવા સારવાર ચાલુ હતી. બે દિવસ પહેલા જ રાજકોટ ઝનાના હોસ્પિટલના બાળકોના વિભાગભાં શિવાનીની સારવાર કરાવાઇ હતી. રજા બાદ ઘરે હતાં ત્યાં ગત રાતે અચાનક બેભાન થઇ ગઇ હતી. તેને ફરીથી સારવાર માટે રાજકોટ ખસેડાઇ હતી. પરંતુ મૃત્યુ થયું હતું. વિંછીયા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બે મહિનામાં બે ભાંડરડા ગુમાવતાં પરિવારમાં શોક વ્યાપી ગયો છે. (૧૪.૫)
(11:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
