<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th February 2026

જુનાગઢ રેંજ કચેરીના મહિલા પીઆઈની ફરજ રૂકાવટ કરનાર કીર્તિ પટેલની શોધખોળ

ભવનાથના મૃગી કુંડમાં સંતો સાથેના સ્‍નાન વખતે થયેલા વિવાદ બાદ કાર્યવાહી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૧૮: ભવનાથ ખાતે મહાશિવરાત્રી મેળાના અંતિમ દિવસની રાત્રે  મળગીકુંડમાં સાધુ સંતોની સાથે કીર્તિ પટેલે તાાન કરતા વિવાદ સર્જાયો હતો. અને જુનાગઢ રેંજ કચેરીનામહિલા પીઆઈની ફરજમાં રૂકાવટ કરી હતી. આ મામલે પોલીસે કીર્તિ પટેલ સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.

ગઈકાલે જૂનાગઢ રેન્‍જ કચેરીના મહિલા પીઆઇ કે. જે. મોડે ભવનાથ પોલીસ સ્‍ટેશનમાં કરેલી ફરિયાદ અનુસાર ગઈ તા.૧૫ ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રી મેળા ૨૦૨૬ની સાધુ સંતોની રવાડીમાં જુનાગઢ રેન્‍જ કચેરીના સ્‍ટાફ  સાથે ભવનાથ પરિસરમાં ફરજ પર હતા. રવાડી પૂર્ણ થતા સાધુ સંતોએ સોમનાથ મહાદેવની આરતી પરી હતી આરતી પૂર્ણ થયા બાદ મંદિર પરિસરમાં આવેલ મળગી કુંડમાં નાગા સાધુ, હિન્‍દુ સનાતન ધર્મના સાધુઓ, સાધ્‍વીઓ શાહી તાાન કરતા હતા.

તે દરમિયાન રાત્રિના બારેક વાગ્‍યે યુ-ટયુબર કીર્તિ પટેલને મળગી કુંડમાં તાાન કરતા જોઈ તેની આસપાસના તેને તાાન કરતા સાધુ-સંતો દ્વારા આપત્તિ દર્શાવવામાં આવેલ જેથી કાયદો વ્‍યવસ્‍થા જળવાઈ રહે અને નાગા સાધુ સંતો, ભક્‍તજનો અને કીર્તિ પટેલ વચ્‍ચે સંઘર્ષ ન થાય તે માટે કીર્તિને બહાર નીકળી જવા શાંતિપૂર્વક સમજાવી હતી.

ત્‍યારે તેણે ઉશ્‍કેરાઈ જઈને 'હું કોઈ આરોપી નથી તો હું જતી રહીશ મારી વાહે વાહે નઇ ફરવાનું હો હું કોઈ આરોપી નથી હો હાલે ચલો' તેમ કહીને જાહેરમાં પોલીસ પર રોફ જમાવવાની કોશિશ કરી હતી અને જાણે હું આરોપી હોવ એમ વાહે વાહે ફરે છે મારી બેટીયુ પણ આ તેના બાપનો કુંડ હોય એમ કહીને જતા જતા આવાને તો હું મારી નાખું તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરી ફરજમાં રૂકાવટ કર્યાની ફરિયાદ પીઆઇ કે. જે. મોડે કરતા ભવનાથ પોલીસે કીર્તિ પટેલ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. 

(12:15 PM IST)